રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોની કાતિલ ઠંડી પડી રહી છે, આ ઠંડીના કારણે ગુજરાતના વિવિધ રાજ્યોનું તાપમાન પણ નીચું જઈ રહ્યું છે, અને લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. કેટલાક દિવસથી ન્યૂનત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સાથે સોમવારે એક જ દિવસમાં વાઈરલ ઈન્ફેકશનના ૧૬૦૦ કેસ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરની ઓ.પી.ડી.માં નોંધાયા હતા.શરદી- ખાંસી ઉપરાંત તાવના કેસ પણ વધ્યા છે.આ મહિનામાં અત્યારસુધીમાં સીઝનલ ફલૂના ૧૨ કેસ નોંધાયા છે.પાણીજન્ય ઝાડા ઉલટી અને ટાઈફોઈડ તેમજ કમળાના કેસમાં પણ વધારો થવા પામ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સાત ઝોનમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સોમવારે કુલ મળીને આઠ હજાર દર્દીના આરોગ્યની ઓ.પી.ડી.માં તપાસ કરવામાં આવી હતી.ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીના કહેવા પ્રમાણે, આ દર્દીઓમાં વાઈરલ ઈન્ફેકશનની અસર ધરાવતા દર્દી વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા.૨૧ જાન્યુઆરી સુધીમાં શહેરમાં ડેન્ગ્યૂના ૨૪, મેલેરિયાના ૧૧ અને ઝેરી મેલેરિયાનો એક કેસ નોંધાયો હતો.

વર્ષ-૨૦૨૨માં સીઝનલફલૂના ૧૧૪૩ કેસ નોંધાયા હતા.જાન્યુઆરીમાં અત્યારસુધીમાં ૧૨ કેસ જયારે ચિકનગુનિયાનો ૨૧ જાન્યુઆરી સુધીમાં એક કેસ નોંધાયો છે.પાણીના પોલ્યુશન અંગેની ફરિયાદોનો સમયસર નિકાલ થતો ના હોવાની પરિસ્થિતિમાં ૨૧ જાન્યુઆરી સુધીમાં ઝાડા ઉલટીના ૨૨૧, ટાઈફોઈડના ૧૪૪ જયારે કમળાના ૧૦૮ કેસ નોંધાયા હતા.પાણીના લેવામાં આવેલા ૨૫૬૫ સેમ્પલ પૈકી ૨૩ સેમ્પલ આ મહિનામાં અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.કેટલાક દિવસોથી શહેરમાં અનુભવાઈ રહેલી ઠંડીના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરોની સાથે મ્યુનિ.સંચાલિત હોસ્પિટલની ઓ.પી.ડી.માં સારવાર કે નિદાન માટે આવતા દર્દીઓની સંખ્યામા પણ વધારો થવા પામ્યો છે.એલ.જી.તથા શારદાબહેન હોસ્પિટલમાં અંદાજે ત્રણ હજાર જેટલા દર્દી ઓ.પી.ડી.માં પહોંચતા હોય છે.આ પૈકી મોટાભાગના દર્દીઓમાં શરદી-ખાંસી અથવા તો તાવના લક્ષણ જોવા મળી રહ્યા છે.
READ ALSO
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય