રાજ્યમાં શીતલહેરને કારણે ઠંડીમાં અચાનક વધારો થયો છે. મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી ઘટ્યો છે. હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ હજુ વધુ ઠંડીની આગાહી કરી છે. ઠંડી વધવાની સાથે અમદાવાદીઓ તેની મજા માણતા પણ નજરે પડ્યા હતા. સાબરમતી રીવરફ્રન્ટ પર વહેલી સવારે લોકો કસરત અને જોગિંગ માટે ઉમટ્યા હતા. તો દર વખતની જેમ સાયકલ ભાડે લેવા પણ લાઇનો લાગી હતી.

આગામી બેથી ત્રણ દિવસ હજુ વધુ ઠંડીની આગાહી
અમદાવાદમાં આજે વહેલી સવારે ધૂમ્મસભર્યા વાતાવરણથી હિલ સ્ટેશન જેવો માહોલ રહ્યો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. અમદાવાદમાં ૩૧.૪ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩.૧ ડિગ્રીનો વધારો જ્યારે ૧૩.૫ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૩ ડિગ્રીનો વધારો થયો હતો. આમ, અમદાવાદમાં આજે દિવસ દરમિયાન સાધારણ ગરમી અનુભવાઇ હતી. આગામી ૪ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરેલી છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે અમદાવાદમાં ૩૧ જાન્યુઆરી સુધી ઠંડીનો ચમકારો રહી શકે છે.

અમદાવાદમાં આજે વહેલી સવારે ધૂમ્મસભર્યા વાતાવરણથી હિલ સ્ટેશન જેવો માહોલ
દરમિયાન શુક્રવારે રાત્રે ૧૦.૫ ડિગ્રી સાથે વલસાડ ઠંડુંગાર રહ્યું હતું. રાજ્યમાંથી અન્યત્ર ગાંધીનગરમાં ૧૧.૮, કેશોદમાં ૧૨, ડીસામાં ૧૩, નલિયામાં ૧૩.૩, દીવમાં ૧૩.૫, રાજકોટમાં ૧૪.૩, સુરતમાં ૧૫.૬, ભાવનગરમાં ૧૬.૬ જ્યારે ભૂજમાં ૧૮.૨ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
READ ALSO
- મહત્વના સમાચાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, વેતન-પેન્શન મેળવવું સરકારી કર્મચારીઓનો અધિકાર: જાણો શું છે સમગ્ર મામલો
- નવા સ્ટેડિયમની પીચની કમાલ : ફટાફટ વિકેટો પડી, બે દિવસમાં ખેલ ખતમ, અંગ્રેજોની નાલેશીજનક હાર!
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો