GSTV
Home » News » ઉત્તર ભારતમાં અતિશય ભારે ઠંડી અને ધુમ્મસ : જનજીવન ખોરવાયું, 10 ટ્રેનો મોડી

ઉત્તર ભારતમાં અતિશય ભારે ઠંડી અને ધુમ્મસ : જનજીવન ખોરવાયું, 10 ટ્રેનો મોડી

કાશ્મીરમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે. રાજોરી સેક્ટરમાં ઉચ્ચ પર્વતીય ક્ષેત્રોમાં ભારે બરફ વર્ષા થઈ. અતિશય ભારે ઠંડીને કારણે કાશ્મીરમાં જનજીવન ખોરવાયું છે. રાજૌરી સહિતન આસપાસના ક્ષેત્રો પણ બરફ વર્ષાને કારણે પ્રભાવિત થયાં છે. 

ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ધુમ્મસની અસર દિલ્લીના યતાયાત પર પડી છે. ખાસ કરીને ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. ઓછી વિઝિબિલિટીને કારણે દિલ્હી આવતી-જતી લગભગ 10 જેટલી ટ્રેનો મોડી ચાલી રહી છે. જેમાં મોટાભાગની ટ્રેન લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેન છે. મોડી ચાલનારી ટ્રેનોમાં હાવડા-નવી દિલ્હી પૂર્વ એક્સપ્રેસ, ચેન્નાઈ-નવી દિલ્હી જીટી એક્સપ્રેસ, ગયા-નવી દિલ્હી મહાબોધિ એક્સ્પેસ સહિતની ટ્રેનો શામિલ છે.

હવામાન વિભાગને દિલ્હીમાં વાદળછાયા હવામાનની અને સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે. વરસાદ બાદ ગાઢ ધુમ્મસમાંથી રાહત મળી શકે છે. મહત્વનું છે કે ઓછી વિઝિબિલીટીને કારણ બુધવારે 16 જેટલી ટ્રેનો મોડી ચાલી રહી હતી.

Related posts

નરેન્દ્ર મોદીની સુનામી સામે રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું

Path Shah

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ કરી અધ્યક્ષ પદેથી રાજીનામાની ઓફર

Arohi

અડવાણીએ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા અને કહી આ વાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!