GSTV

કપિલની મુશ્કેલીમાં વધારો, હવે ભારતી અને કીકૂ શારદા લડ્યા

લાગી રહ્યુ છે કૉમેડિયન કપિલ શર્માને નજર લાગી ગઇ છે. પહેલા તેની સુનીલ ગ્રોવર સાથે લડાઈ થઈ અને તેની ટીમ વીખરાઈ ગઈ. શોની TRP પણ સતત ડાઉન થઈ રહી છે. માંડ માંડ શો ફરીથી ઉભો થયો અને કપિલની તબિયત લથડી ગઈ. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપિલની ટીમમાં ફરી એક વખત મતભેદ થઇ રહ્યા છે.

સૂત્રોનુસાર, તાજેતરમાં ‘ધ કપિલ શર્મા શો’ ની એન્ટ્રી કરનાર કૉમેડિયન ભારતી સિંહ અને કીકૂ શારદાની વચ્ચે કોલ્ડ વૉર ચાલી રહ્યુ છે. જોકે, કીકૂ અને ભારતી સિંહેએ આ વાતનો ઇન્કાર કરી દીધો છે.

તમને જણાવી દઇએ કે, ભારતી સિંહ ગત મહિનામાં ધ કપિલ શર્મા શો જોઇન કર્યો હતો. ભારતી સિંહ સુનિલ ગ્રોવરની જગ્યા તો નથી લઇ રહી પરંતુ તેની એન્ટ્રી પછી TRPમાં સુધારો જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે કીકુ અને ભારતી આ પહેલા કોમેડી સર્કસમાં એક સાથે પરફોર્મ કરતા હતા. તે સમયે બન્ને વચ્ચે કોઈ બાબતે લડાઈ થઈ અને કીકુએ શો છોડી દીધો. ત્યારબાદ બંને ફરી ક્યારેય એકબીજા સાથે કામ કર્યુ નથી.

ભારતીએ તેના અને કીકૂના ઝઘડાની વાતને ખોટી કહી છે.ભારતીએ કહ્યુ કે, ”કીકૂ સાથે સારી ફ્રેન્ડશિપ છે. એટલુ જ નહી કીકૂની પત્ની પણ મારી સારી મિત્ર છે.”

 

Related posts

રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નની તૈયારીઓ થઇ ગઇ છે શરૂ, આ ખાસ વ્યક્તિએ જણાવ્યું ક્યારે વાગશે શરણાઇ

Bansari

‘કસૌટી જિંદગી કી’ ફેમ સિજેન ખાન પર મહિલાએ લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- મારી સાથે આ કારણે કર્યા લગ્ન

Ankita Trada

Video: ‘ભાભી જી ઘર પર હૈ’ની નવી ‘ગોરી મેમ’નો સેક્સી પૉલ ડાન્સ, ભલભલાને ભર શિયાળે પરસેવો છોડાવી દે લાગે છે એવી Hot

Bansari
Do NOT follow this link or you will be banned from the site!