GSTV

રાજ્યભરમાં ઠંડીનું આક્રમણ યથાવત્, આ શહેરમાં થશે હજુ પણ ઠંડીના પારામાં ઘટાડો

Last Updated on December 30, 2018 by

રાજ્યભરમાં શિયાળો બરાબર જામ્યો છે.અને આજે પણ રાજ્યભરમાં કોલ્ડવેવ અનુભવાઈ રહ્યો છે. સતત પાંચમાં દિવસે અમદાવાદમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન અનુભવાઈ રહ્યુ છે. આજે પણ લોકો ઠંડીમાં ઠુંઠવાતા જોવા મળ્યા હતા. સુરતમાં આ વર્ષે શિયાળાની ઋતુએ બરાબરની જમાવટ કરતા છેલ્લા સાત વર્ષની રેકોર્ડ તોડતી ઠંડી નોંધાઈ છે. અને  શહેરીજનો આખો દિવસ બરફીલા પવન સાથે બરાબરના ઠંડીમાં ઠુઠવાય છે. હવામાન વિદોના જણાવ્યા મુજબ ઉતર ભારતના જમ્મુ-કાશ્મીરમાં થઇ રહેલી હિમ વર્ષાના પગલે શહેરમાં બરફીલા પવન ફુંકાઇ રહ્યા છે. આખો દિવસ શહેરમાં કોલ્ડવેવની અસર જોવા મળે છે. આકાશમાંથી સૂર્યદેવતા પ્રગટ થયા હોવા છતાં ઠંડીથી બચવા માટે સ્વેટર કે જેકેટ પહેરીને નિકળવુ પડે તેવી સ્થિતિ અનુભવાય છે. રાત્રીના સમયે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ઠેકઠેકાણે લોકો તાપણાનો સહારો લઇ રહ્યાં છે. હજુ પણ ઠંડીના પારામાં ઘટાડો નોંધાશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત તાપમાનના પારામાં ઘટાડો નોંધાતાં ગાંધીનગરમાં લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસ દરમિયાન ઠંડા પવનોના લીધે ઠંડીનું આક્રમણ યથાવત્ રહેવા જોવા મળ્યું છે. કારગીલ તેમજ શ્રીનગર સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો માઇનસમાં જઇ રહ્યો છે. તો બીજી તરફ સતત હિમવર્ષા થવાના પગલે દેશના અન્ય વિસ્તારોમાં પણ શીત લહેરો ફુંકાઇ રહી છે. આ શીત લહેરોની અસર સીધી ગુજરાત ઉપર થતાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડી આક્રમક બની રહી છે.

આ વર્ષે શિયાળાની ઋતુએ બરાબરની જમાવટ કરતા છેલ્લા સાત વર્ષની રેકોર્ડ તોડતી ઠંડી નોંધાયા બાદ ઠંડીમાં આજે સામાન્ય ઘટાડો નોંધાઇને ૧૨.૪ ડિગ્રી પર સ્થિર થતા શહેરીજનો આજે આખો દિવસ બરફીલા પવન સાથે બરાબરના ઠંડીમાં ઠુઠવાયા હતા.

હવામાન કચેરીના પ્રવકતના જણાવ્યા મુજબ ગુરૂવારે સુરત શહેરમાં ઠંડીનો પારો ગગડીને ૧૦.૬ ડિગ્રી પર સ્થિર થતા છેલ્લા આઠ વર્ષમાં નોંધાયેલી ઠંડીનો રેકોર્ડ તોડતી ઠંડી નોંધાઇ છે. રેકોર્ડ તુટતી ઠંડી નોંધાયા પછી પણ કાતિલ ઠંડીના ચમકારા નોંધાઇ રહયા છે. આજે સુરત શહેરનું તાપમાન ૨૮.૮ ડિગ્રી, લઘુતમ તાપમાન ૧૨.૪ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૨૨ ટકા, હવાનું દબાણ ૧૦૧૫.૨ મિલીબાર અને ઉતર-પૂર્વ દિશામાંથી કલાકના ૪ કિ.મીની ઝડપે ઠંડા પવન ફુંકાયા હતા. 

હવામાન વિદોના જણાવ્યા મુજબ ઉતર ભારતના જમ્મુ-કાશ્મીરમાં થઇ રહેલી હિમ વર્ષાના પગલે શહેરમાં બરફીલા પવન ફુંકાઇ રહયા છે. આજે આખો દિવસ શહેરમાં કોલ્ડવેવની અસર જોવા મળી હતી. આકાશમાંથી સૂર્યદેવતા પ્રગટ થયા હોવા છતા ઠંડીથી બચવા માટે સ્વેટરકે જેકેટ પહેરીને નિકળવુ પડે તેવી સ્થિતિ હતી. આગામી ત્રણેક દિવસ આવુ વાતાવરણ રહેશે.

Related posts

AMC ફરી શરૂ કરશે પોતાની આ સેવા, BRTSમાં મુસાફરી કરતા મુસાફરોને મળશે સુવિધા

Pritesh Mehta

ડ્રેગનને ભીંસમાં લેશે ચાર દેશોનું ગઠબંધન, ચીન સામે એકજૂટ થશે ભારત, ઇઝરાયલ, યુએઇ અને અમેરીકા!

pratik shah

મોટા સમાચાર / CBSEએ 10મા અને 12મા માટે જારી કરી Minor Datesheet, જાણો શું છે માઇનર અને મેજર ડેટશીટમાં અંતર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!