GSTV

ઉત્તર ભારતમાં હાડ ગાળતી ઠંડી : લેહ માઇનસ 16.3 ડિગ્રીએ થીજી ગયું

ઉત્તર ભારતના તમામ વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડયો છે અને હાડ થીજાવતી ઠંડીએ આ વિસ્તારોને બાનમાં લીધા છે.  સંઘ પ્રદેશ કાશ્મીર, લેહ-લદાખ તેમજ હિમાચલ પ્રદેશના પ્રવાસન વિસ્તારોમાં હાલ તાપમાન માઇનસમાં પ્રવર્તી રહ્યું છે. અહીંના કેટલાંક વિસ્તારોમાં ભારે હિમવર્ષા પણ થઇ છે. શ્રીનગરમાં -2.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે રાજધાની દિલ્હીમાં પણ લઘુતમ તાપમાન સાત ડિગ્રીથી ઓછું નોંધાયું છે.

દેશની રાજધાની દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 16.7 ડિગ્રી સેલ્શિયસ અને લઘુતમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે. કાશ્મીર ખીણ અને લદાખના વિસ્તારોમાં તાપમાન યથાવત્ અને શૂન્ય ડિગ્રીથી નીચે રહ્યું છે. અહીં રસ્તાઓ પર બરફના થર જામવાના કારણે વાહનવ્યહરામાં કેટલીક મુશ્કેલીઓ ઉભી થઇ છે.

શ્રીનગરમાં લઘુતમ તાપમાનનો પારો વઘુ ગગડયો છે. ગઇકાલે અહીં -1.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જ્યારે આજે -2.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લદાખમાં આવેલા લેહમાં ગઇકાલે -13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું, તેમાં ઘટાડો થઇ આજે -16.3 ડિગ્રી તાપમાન થયું છે. જો કે કાશ્મીરના મોટાભાદના વિસ્તારમાં દિવસના સમયે તડકો હોવાથી લોકોને થોડી રાહત અનુભવાઇ રહી છે.

હિમાચલ પ્રદેશના પ્રવાસન આકર્ષણ ગણાતા સ્થળોનું લઘુતમ તાપમાન પણ શૂન્ય ડિગ્રીથી નીચે પહોંચ્યું છે. કુફરીમાં -4.6 ડિગ્રી, મનાલીમાં -4.4 ડિગ્રી, ડેલહાઉસીમાં -2.4 ડિગ્રી અને શિમલામાં -0.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લાહૌલ-સ્પીતીએ હિમાચલના સૌથી ઠંડા સ્થળ હોવાનો રેકોર્ડ જાળવ્યો છે. અહીં -14.6 ડિગ્રી તાપમાન છે. હિમાચલના કિન્નૌર-કલ્પામાં -8.4 ડિગ્રી તાપમાન છે. આ ઉપરાંત શિમલા, છટરારી, ખદરાલા અને કોઠીમાં ભારે હિમવર્ષા પણ થઇ છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનના કરાચીમાં બસમાં લાગી એટલી ભીષણ આગ કે હોમાઈ ગયા 13 યાત્રાળુ, 5 ઘાયલ

pratik shah

વાહ રે તંત્ર/ શહેરની સોલા સિવિલમાંથી સામે આવ્યું ઓક્સિજન કૌભાંડ, ઓક્સિજનની અછત વચ્ચે કટકી બાજો સક્રિય

pratik shah

અમેરિકાની ભરપાઈ કરશે બ્રિટન, WHOને મોટુ ફંડ દેવાની થઈ રહી છે તૈયારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!