GSTV
Junagadh Photos Trending ગુજરાત

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્, આ જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતિત

ટાઢથી લોકોને રાહત મળ્યાં બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે છે. જેના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. પાટણ, જૂનાગઢ, ડાંગ, અરવલ્લી સહિતના અનેક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું.

પાટણ

પાટણ પંથકમાં સતત બીજા દિવસે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. આજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સાપુતારા માં વાતાવરણમાં પલટો ઘાઢ ધૂમ્મસીયા માહોલ માં ઠંડી નો ચમકારો વધ્યો

ડાંગ

તો આ તરફ ડાંગના સાપુતારામાં પણ વહેલી સવારે ગાઢ ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળ્યુ છે અને ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે.

અરવલ્લી

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. યાત્રાધામ શામળાજી, મોડાસા, ભિલોડા સહીત જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મલ્યુ છે. જેથી ખેડૂતો ચિંતત બન્યા છે..જો માવઠું થાય થાય તો ઘઉં મકાઈ, દિવેલા, વરિયાળી સહિતના પાકને નુકસાન થઈ શકે છે.

આણંદ

આણંદના વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા. બદલાયેલા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામા વધારો થયો.

ગીર સોમનાથ

ગીર સોમનાથ , ઉના તથા દીવ ના વાતાવરણમાં આજ સવારથીજ એકાએક પલટો જોવી મળ્યો છે. વહેલી સવારથીજ અહીયા વાદળછાયુ વાતવરણ જોવા મળ્યું. અને વાદછાયા વાતાવરણને કારણે વરસાદના અમિ છાટા પડ્યા હતા. જોકે આ વરસાદને કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે અને શિયાળું પાકર ધવ બાજરી તથા કેરીના પાકને નુકશાન થાય તેવી ભીતી વર્તાઈ રહી છે.

જૂનાગઢ

જુનાગઢ માંગરોળ તેમજ માળીયા હાટીના પંથકમાં ફરીવાર પાછો વાતાવરણમાં આવ્યો પલટો. વાદળો અને જરમર જરમર છાંટા સાથે વરસાદી વાતાવરણ થતાં ખેડુતોમાં ચિંતાના વાદળો છવાયા.

Read Also

Related posts

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના જીવન પર બનશે ફિલ્મ, આ તમિલ અભિનેતા ભજવી શકે છે પાત્ર

Hardik Hingu

Gujarat Election : VIP રેલીઓમાં ડ્રોન વિરોધી બંદૂકો તૈનાત કરવામાં આવશે, પીએમની રેલીમાં આવી ઘટના બની

Nakulsinh Gohil

ભારત જોડો યાત્રામાં જોડાઈ અભિનેત્રી સ્વરા ભાસ્કર, મધ્યપ્રદેશના ઉજ્જૈનથી પદયાત્રામાં થઇ સામેલ

Siddhi Sheth
GSTV