GSTV

સ્વાસ્થ્ય જોખમી/ કોલ્ડ ડ્રિંક્સના આ નુકસાન લઇ શકે છે તમારો જીવ, આજે જ બનાવી લો દુરી

કોલ્ડ

Last Updated on July 21, 2021 by Damini Patel

ઘણા ઘરોમાં ફ્રીઝમાં જો તમે જોઈ લો તો કોલ્ડ ડ્રિંક્સ જરૂર દેખાઈ જાય છે. ઘર, ઓફિસથી લઇ લોકો પાર્ટી ફંકશનમમાં પણ કોલ્ડ ડ્રિન્ક પીવાનું પસંદ કરે છે. યુવાનોમાં એનો ખાસ ક્રેઝ છે. જો કે આ કોલ્ડ ડ્રિન્ક શરીર પર ખુબ ખરાબ પ્રભાવ પાડે છે. હેલ્પલાઇન મુજબ, આ તમારા વજનને પણ વધારે છે., લીવરને નુકસાન પહોંચાડે છે. એ ઉપરાંત આ તમારા મેટાબોલિઝ્મને પણ નુકસાન પહોંચાડે છે અને એને ઇન્સ્યુલિનની સમસ્યાને પણ વધારી દે છે. એ ઉપરાંત આ ડાયાબિટીઝ ટાઈપ 2નું કારણ બની શકે છે. તો આઓ જાણીએ કે જો તમે કોલ્ડ ડ્રિન્કનું સેવન કરો છો તો તમારું સ્વાસ્થ્ય શું શું નુકસાન થઇ શકે છે.

વજન વધારે

કોલ્ડ ડ્રિંક્સમાં સુક્રોઝ તત્વ જોવા મળે છે જેને ફ્રકટોઝ બને છે. ફ્રક્ટોઝથી આપને કેલેરી મળે છે અબે કોલ્ડ ડ્રિન્કમાં વધુ માત્રામાં શુગર હોય છે માટે આ કારણે વજન વધવાનું કારણ બની શકે છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે રોજ શુગર ડ્રિંક્સના સેવનથી વજન વધવાનું સમસ્યા રહેવાનો ખતરો 60% સુધી વધી જાય છે.

લીવરને નુકસાન કરે છે.

બીમારી

કોલ્ડ ડ્રિંક્સમાં ગ્લુકોઝ અને ફ્રુટોઝ ખૂબ વધારે છે. આ પીણાંમાં શુગર વધુ પ્રમાણમાં હોવાથી લીવરને ફ્રુક્ટોઝને પચાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. જેના કારણે લીવરમાં બળતરા થવાની ફરિયાદ છે.

બેલી ફેટ વધે છે

ફાંદ

કોલ્ડ ડ્રિંક્સના સેવનથી પેટની આજુબાજુ ચરબી એકઠી થાય છે અને પેટની ચરબી વધવા લાગે છે. જે ડાયાબિટીઝ અને હાર્ટ રોગો તરફ દોરી શકે છે.

અસંતુલન ઇન્સ્યુલિન

શરીરમાં શુગરની માત્રામાં ઝડપથી વધારાને લીધે, ઇન્સ્યુલિનનું સંતુલન બગડવાનું શરૂ થાય છે તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

ડાયાબિટીઝનું જોખમ

કોલ્ડ ડ્રિંક્સ અને સોફ્ટ ડ્રિંક્સમાં શુગર ખુબ વધુ હોય છે જે ટાઇપ -2 ડાયાબિટીઝનું જોખમ વધારે છે. કેટલાક સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે લોકો તેના વ્યસની બની જાય છે, જેના કારણે મગજમાં ડોપામાઇન બહાર આવે છે, જે સારું લાગે છે.

Read Also

Related posts

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana

ગાયને રોટલી ખવડાવવાના છે જબરદસ્ત ફાયદા, પુણ્ય સાથે મળે છે આ તમામ ખુશીઓ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!