GSTV

કોણ છે આ CEO જેને ખરીદ્યો 1000 કરોડનો આલીશાન મહેલ ? ક્રિપ્ટો સાથે છે કનેક્શન

Last Updated on January 5, 2022 by Damini Patel

અમેરિકી ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ કોઈનબેસના CEO બ્રાયન આર્મસ્ટ્રોંગ ચર્ચામાં કારણ છે આલીશાન ઘર. હા આર્મસ્ટ્રોંગ 133 મિલિયન ડોલર એટલે 990 કરોડ રૂપિયાથી વધુમાં ઘર ખરીદ્યુ છે, જેમાં તમામ સુખ સુવિધા હાજર છે.

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, 38 વર્ષીય બ્રાયન આર્મસ્ટ્રોંગે લોસ એન્જલસમાં 990 કરોડ રૂપિયામાં 19,000 સ્ક્વેર ફૂટનો આલીશાન મહેલ ખરીદ્યો છે. આ મહેલમાં થિયેટર, જિમ, ડબલ-ઉંચાઈનો ડાઇનિંગ રૂમ અને 6,600 ચોરસ ફૂટનું ગેસ્ટ હાઉસ છે.

આ સાથે આ મહેલમાં તમામ લક્ઝરી સુવિધાઓ છે. લોસ એન્જલસમાં આ અત્યાર સુધીની સૌથી મોંઘી ઘરની મિલકત છે. રિપોર્ટ અનુસાર આ આલીશાન પેલેસને બ્રિટિશ આર્કિટેક્ટ જોન પાવસન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.

બ્રાયન આર્મસ્ટ્રોંગ કોણ છે?

તમને જણાવી દઈએ કે બ્રાયન આર્મસ્ટ્રોંગ એક અબજોપતિ અમેરિકન બિઝનેસમેન અને રોકાણકાર છે. આ સાથે આર્મસ્ટ્રોંગ કોઈનબેઝ કંપનીના સીઈઓ પણ છે. તેણે 2012માં આ ક્રિપ્ટોકરન્સી કંપનીની સ્થાપના કરી હતી. કાર્યાલયના સ્થળને રાજકીય સક્રિયતાથી મુક્ત રાખવાની તેમની નીતિને કારણે તેમણે મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું.

આ અમેરિકન બિઝનેસમેને તાજેતરમાં જ જાપાની ઉદ્યોગસાહસિક હિડેકી ટોમિતા સાથે જોડાયેલી કંપની પાસેથી મોટી રકમ ખર્ચીને પ્રોપર્ટી ખરીદી છે. ધ જર્નલ દ્વારા જોવામાં આવેલા રેકોર્ડ્સ અનુસાર, ટોમિતાએ 2018માં અબજોપતિ ચાર્લ્સ બ્રોન્ફમેનની પુત્રી પાસેથી $85 મિલિયનમાં મિલકત ખરીદી હતી. બ્રોન્ફમેનની પુત્રી પીણા કંપની સીગ્રામની વારસદાર હતી.

આર્મસ્ટ્રોંગ આ પ્રોપર્ટી ખરીદ્યા બાદથી જ ચર્ચામાં છે. બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, આર્મસ્ટ્રોંગની નેટવર્થ હાલમાં $9.6 બિલિયન છે.

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!