GSTV
News Trending World

આ દેશમાં વાંદરાઓ પાસે કરાવવામાં આવે છે આવું કામ, PETAએ કરી લાલ આંખ

દક્ષિણી થાઈલેન્ડમાં વાંદરાઓ પાસે નારિયેળ તોડાવવા મામલાના લઈને વિવાદ ઉભો થયો છે. આ તમમ વિવાદ ત્યારે ઉઠ્યો જ્યારે એક્ટિવિસ્તે વાંદરા ઉપર ક્રુરતાની ફરિયાદ કરતા સમયે આ મુદ્દાના ઉઠાવ્યો. પીપલ્સ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA)ની આ રિપોર્ટના કારણે બ્રિટીશ સુપરમાર્કેટે થાઈલેન્ડથી નારિયેળના ઉત્પાદકોને મંગાવવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે, પ્રશિક્ષણ દેનારા એક વ્યક્તિએ શનિવારે જણાવ્યું હતું કે, કેટલાક વાંદરાઓ નિકાસના હેતુ માટે નાળિયેરની લણ કરે છે.

વાંદરાઓને પ્રશિક્ષિત કરવા માટે ચલાવાય છે સ્કુલ

52 વર્ષિય નીરન વોંગવાનિચ સુરત થાની વિસ્તારના વાંદરાઓને એક સ્કુલમાં નારિયેળ તોડીને લાવવા માટે પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યાં છે. નીરને આ વિષય ઉપર કહ્યું કે, નિકાસ થનારાઓમાંથી મોટાભાગના નારિયેળ વાંદરાઓ નહીં પરંતુ મનુષ્યો દ્વારા તોડવામાં આવે છે. તેને વાંદરાની સાથે ક્રુરતા અંગેના આરોપનો જવાબ દેતા કહ્યું કે, દક્ષિણી થાઈલેન્ડમાં કેટલાક ખેતરોમાં નારિયેળના મોટા વૃક્ષો છે તેમાંથી નારિયેળ તોડવા માટે વાંદરાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પેટાએ લગાવ્યો ક્રુરતાનો આરોપ

વાંદરાની સાથે પોતાના ભાવનાત્મક સંબંધોને જણાવતા તેણે કહ્યું કે આ આરોપોમાં કોઈ ખરાઈ નથી અને આ વાંદરાઓની સાથે છેલ્લા 30 વર્ષથી વધારે સમયથી રહી રહ્યો છે. તેની સાથે એક સંબંધ છે અને એક બંધન પણ છે. નિરૂને જણાવ્યું કે, તે એક વર્ષમાં 6થી સાત વાંદરાને પ્રશિક્ષિત કરે છે. આ મહિનાની શરૂઆતમાં કેટલાક બ્રિટીશ છુટક વિક્રેતાઓએ પીપલ્સ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA)ના એક રિપોર્ટમાં બાદ આ નારિયેળના ઉત્પાદકોની કમાણી ખેંચી લઈ તેના ઉપર આરોપ લગાવ્યો કે થાઈલેન્ડમાં નારિયેળનો દુરપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેને વાંદરા દ્વારા લેવામાં આવી રહ્યાં છે. આ મહિનાની શરૂઆતમાં કેટલાક બ્રિટીશ છુટક વિક્રેતાઓએ પેટાની આ રિપોર્ટ બાદ થાઈ નારિયેળના ઉત્પાદરોને ખરીદવાનું બંધ કરી દીધું છે અને થાઈલેન્ડ ઉપર આરોપ લગાવ્યો છે થાઈલેન્ડમાં નારિયેળ વાંદરાઓ પાસે તોડવામાં આવે છે. જે વાંદારાઓ ઉપર ક્રુરતાની શ્રેણીમાં ગણવામાં આવે છે.

પીએમ બોરિસ જોનસનની મંગેતરે કર્યો આ અનુરોધ

પ્રધાનમંત્રી બોરિસ જોનસનની મંગેતર કૈરી સાઈમંડ્સે અન્ય સુપરમાર્કેટને આ ઉત્પાદન ન વહેચવા માટે કહ્યું છે. પીટાએ એ પણ કહ્યું છે કે, થાઈલેન્ડમાં તમામ નારિયેળ વાંદરાઓ પાસે તોડવામાં આવી રહ્યાં છે.જો કે, થાઈલેન્ડ સરકારે પેટાના આ રિપોર્ટનું ખંડન કરતા કહ્યું કે, થાઈલેન્ડમાં નારિયેળ તોડવા માટે વાંદરોનો પ્રયોગ લગભગ ન બરાબર થાય છે. થાઈ ઉપકૃષિ મંત્રી મનન્યા થૈસેટે કહ્યું કે થાઈલેન્ડના 2,00,000 નારિયેળ ઉત્પાદક નારિયેળ તોડવા માટે માનવશ્રમ અને મશીનોનો અત્યાધિક ઉપયોગ કરે છે. કેમણે એ પણ કહ્યું કે, થાઈલેન્ડના જંગલોના તમામ વાંદરાઓને કામ ઉપર લગાવવામાં આવે તો પણ આ કામ પુરૂ નહીં કરી શકે.

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV