ડાયાબિટીઝના દર્દીઓને મીઠી વસ્તુ, ખાસ કરીને સુગર ડ્રિંક્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જેથી એમના શરીરનું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે. એનું કારણ છે ઘણી વખત ડાયાબિટીઝના દર્દીઓને પ્રાકૃતિક રૂપથી મીઠા ફળનું સેવન કરવાનું ટાળે છે. એ વિચારીને કે એનાથી પણ એનું સુગર લેવલ વધી ન જાય . એવી જ કન્ફ્યુઝન નાળિયેરના પાણીને લઇને પણ રહે છે. જો તમે મનમાં પણ આ ડાઉટ છે કે ડાયાબીટીઝના દર્દીઓએ નાળિયેર પાણી ન પીવું જોઈએ તો અહીં એનો જવાબ છે.

નાળિયેરના પાણીમાં જીરો કેલરી હોય છે

લીલા કલરના કાચા નાળિયેરથી નીકળવા વાળું પાણી એક નેચરલ ડ્રિન્ક છે. જેમાં જીરો કેલરી હોય છે. સાથે જ એમાં ઇલેક્ટ્રોલાઇટ, પોટેશિયમ, આયરન, મેગ્નીઝ, વિટામિન સી અને ફોલેટ જેવા ઘણા વધુ પોષક તત્વ પણ જોવા મળે છે. નાળિયેરના પાણીનો સ્વાદ ભલે મીઠો હોય છે પરંતુ એમાં નેચરલ સુગર હોય છે અને આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ હોતો નથી. માટે આ શરીરના સુગર લેવલને પ્રભાવિત કરતુ નથી.
બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે નાળિયેર પાણી

ડાયાબિટીઝની બીમારીમાં નાળિયેર પાણીનો શું અસર થાય છે આ અંગે મનુષ્યો પર તો કોઈ રિસર્ચ થઇ નથી. પરંતુ પશુઓ પર કરવામાં આવેલી રિસર્ચમાં એ વાત સાબિત થઇ ગઈ છે કે નાળીયેર પાણીનું સેવન બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. નાળિયેર પાણીમાં મળતું પોટેશિયમ, મેગ્નીશિયમ, વિટામિન વગેરે ઈન્સુલિન સંવેદનશીલતાને બહેતર બનાવવામાં મદદ કરે છે, જેથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
સીમિત માત્રામાં જ પીઓ

જો કે જર્નલ ઓફ મેડિસિનલ ફૂડમાં પ્રકાશિત એક સ્ટડીમાં એ વાત કહેવામાં આવી છે કે નાળિયેર પાણી ભલે ડાયાબિટીઝ કંટ્રોલ કરવામાં મદદ કરે છે, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે આ પ્રાકૃતિક રૂપથી મીઠું હોય છે અને એમાં ફ્રક્ટોઝ પણ હોય છે માટે વધુ માત્રામાં નાળિયેર પાણીનું સેવન નહિ કરવું જોઈએ. હેલ્થ એક્સપર્ટની માનીએ તો ડાયાબિટીઝના દર્દીઓએ રોજ 1 કપ(240 એમએલ)થી વધુ નાળિયેરના પાણીનું સેવન કરવું ન જોઈએ.
નાળિયેર પાણીના છે ઘણા ફાયદા

- બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે, બોડી માટે ખુબ ફાયદાકારક છે નાળિયેર પાણીશરીરને હાઈડ્રેટેડ રાખી તમે કિડની સ્ટોનથી બચી શકો છો અને નાળિયેર પાણી શરીરમાં પાણીની માત્રા બનાવી રાખવા એક સારો સોર્સ છે.
- કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સને ઓછું કરી હ્ર્દય રોગના ખતરાથી બચાવે છે
- નાળિયેર પાણીમાં પર્યાપ્ત માત્રામાં પોટેશિયમ હોય છે માટે આ બ્લડ પ્રેસર ઓછું કરવામાં પણ મદદ કરે છે.
- એંટીઓક્સીડેંટ્સથી ભરપૂર નાળિયેર પાણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી બીમારીઓનો સામનો કરવામાં મદદ કરે છે.
Read Also
- આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં
- વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો
- મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો
- મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !
- બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ
