GSTV

ગરમીના વરદાનરૂપ છે નારિયેળ પાણી

Last Updated on August 20, 2019 by Alap Ramani

ઉનાળામાં નાળીયેર પાણી પીવાથી ગરમીમાં તાજગીનો અહેસાસ થાય છે. મીઠાસ અને પોષકતત્વોથી ભરેલું નારિયેળ પાણી આપણા શરીર માટે વરદાન રૂપ છે. નારીયેળ પાણી પીવાથી શરીરને અઢળક ફાયદા થાય છે.

નારિયેળ પાણીમાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને પોષકતત્વો હોય  શરીરને સ્વસ્થ રાખે છે.

નારિયેળ પાણીમાં વિટામીન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર માટે ફાયદાકારક છે. એક મિડીયમ નારિયેળમાં 200 થી 250 મિલીગ્રામ જેટલું પાણી હોય છે. જેમાં કેલરીની માત્ર ઘણી ઓછી હોય વજન ઓછું કરવા માટે મદદ કરે છે. એક કપ નારિયેળ પાણીમાં આશરે 46 કેલરી હોય છે. તે સિવાય ફાઈબર 3 ગ્રામ અને પ્રોટીન 2 ગ્રામ હોય છે..

નારિયેળ પાણીમાં આવેલા એન્ટી ઓક્સિડન્ટ આ ફ્રી રેડીકલ્સને ખતમ કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.નારિયેળનું પાણી બ્લડમાં શુગરનું લેવલ ઓછું કરવામાં મદદ કરે છે એટલા માટે જ ડાયાબિટીઝના દર્દીઓને તે ઘણું ફાયદાકારક છે..

કિડનીની પથરીમાં ડૉક્ટર દર્દીને નારિયેળ પાણી પીવાની પણ સલાહ આપે છે. નાળીયેર પાણી કિડનીની પથરીને યુરીનના માર્ગેથી નીકાળવા માટે જરૂરી છે નારિયેળનું પાણી આ ક્રિસ્ટલને ઓગાળી દે છે.દરરોજ બે વખત નારિયેળ પાણી ચહેરા પર લગાવવાથી તમારી ત્વચા ક્લીન થાય છે. જો ચેહેરા પર અણગમતા નિશાન તમને પરેશાન કરી રહ્યા હોય, તે નારિયેળ પાણીનાં ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો

Related posts

શું તમે પણ ટોયલેટમાં મોબાઈલ લઈને જાઓ છો, 90% અમેરિકનો આ કરે છે… જાણો શું છે તેના ગેરફાયદા?

Vishvesh Dave

જ્યોતિષ શાસ્ત્ર / આગામી 128 દિવસ સુધી કુંભ રાશિમાં રહેશે ગુરુ, આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય

Vishvesh Dave

Lemon / આ રીતોથી લાંબા સમય સુધી બગડશે નહીં લીંબુ, જાણો સ્ટોર કરવાની સાચી રીત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!