GSTV

હવે ખાદ્ય કો૫રેલ તેલમાં ૫ણ ભેળસેળ બહાર આવી, 5441 કિલો જથ્થો જપ્ત

દૂધ જેવી રોજીંદી જરૂરિયાતની વસ્તુમાં ભેળસેળ થતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ હવે કો૫રેલ તેલમાં ૫ણ જોખમી પ્રવાહી ભેળવીને વેંચાતુ હોવાની બાબત બહાર આવી છે. રાજકોટના કોઠારીયા રોડ ઉ૫રથી આ કારસ્તાન ૫કડીને અહીથી રૂ.884240ની કિંમતનું 5441 કિલો તેલ જપ્ત કરવામાં આવ્યું છે. અહી કો૫રેલ તેલમાં અખાદ્ય મિનરલ ઓઇલ લાઇટ લિક્વિડ પેટ્રોલિયમ ભેળવવામાં આવતું હોવાનું તંત્રએ જણાવ્યું છે. લાઈટ લિક્વિડ પેટ્રોલિયમ માનવ શરીરમાં જાય તો તેની શરીર પર પડતી અસરો અંગે આવેલા અહેવાલમાં તે માનવના શ્વસનતંત્ર, કીડની અને લીવરને ડેમેજ કરતાં હોવાનું જણાતા કંપની સરલ ફૂડ પ્રોડક્ટ્સના માલિક પિયુષભાઈ પોપટભાઈ હરસોડા સામે સામે ફોજદારી ગુનો નોંધી પોલીસમાં આગામી બે દિવસમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અહી 30, 50, 75, 100, 500 ગ્રામના અને એક, પાંચ અને 15 કિલોના પૅકમાં ખાદ્ય તેલ તરીકે તેનું વેચાણ કરતાં હતા. સામાન્ય રીતે ખાદ્ય વસ્તુઓમાં ખાઈ શકાય તેવી જ વસ્તુઓની સેળભેળના કિસ્સાઓ જોવા મળતા હતા. આ કિસ્સામાં ખાદ્ય વસ્તુઓ સાથે અખાદ્ય વસ્તુ ભેળવીને વેચવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના સૂત્રોનું કહેવું છે કે મિનરલ ઓઈલ બાહ્ય વપરાશ માટે જ છે. તેનો ખાવામાં ઉપયોગ કરી શકાય જ નહિ. તેને ખાદ્ય કોપરેલ સાથે ભેળવીને વિરાસત બ્રાન્ડના નામે વેચવામાં આવતું હતું. ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના સહજ ઝુંબેશના ભાગ રૂપે આ કોપરેલનું સેમ્પલ લેવામાં આવ્યુ હતું. આ સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં મોકલ્યા પછી તેનો રિપોર્ટ ઓનલાઈન અપલોડ થતાં ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના અધિકારીઓ ચોંકી ઊઠયા હતા.

તેમા અખાદ્ય મિનરલ ઓઈલ હોવાનું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. પરિણામે તત્કાળ તેના એકમ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા પાડનારા અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું કે કંપનીના ઉત્પાદન એકમની બાજુના જ કમ્પાઉન્ડમાં તેમનું કોસ્મેટિકના ઉત્પાદનનું એક અન્ય એકમ હતું. આ એકમમાંથી એક અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાખીને કોપરેલની બોટલ ભરાય ત્યાં મિનરલ ઓઈલ પણ સાથે ભરવાની ગોઠવણ કરવામાં આવેલી હતી.

Related posts

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva

કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતા સીએમ યોગીએ અધિકારીઓને લગાવી ફટકાર

Nilesh Jethva

પેટ્રોલ અને ડીઝલની માગ ઘટી પણ આ ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો, દરરોજનું 3 લાખ બુકિંગ વધ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!