GSTV
Home » News » શા માટે આ કેક એક વખત ખાધા પછી વારંવાર ખાવાનું મન થઈ થાય છે, એક ક્લિકમાં જાણી લો ડિલીસીયસ રેસિપી

શા માટે આ કેક એક વખત ખાધા પછી વારંવાર ખાવાનું મન થઈ થાય છે, એક ક્લિકમાં જાણી લો ડિલીસીયસ રેસિપી

સામગ્રી:

  • ૧ કપ મેંદો,
  • ૧ કપ દળેલી ખાંડ,
  • ૫૦ ગ્રામ અધકચરી વાટેલી બદામ,
  • ૧/૨ ચમચી ખાવાનો સોડા,
  • ૧ કપ દૂધ,
  • ૫૦ ગ્રામ સુકું છીણેલું નાળિયેર,
  • ચપટી મીઠું,
  • ૧ ચમચી બેકિંગ પાઉડર,
  • ૧/૨ ચમચી   વેનિલા એસેન્સ.

રીત:

મેંદો, દૂધ અને માખણને  એકસાથે ફીણો. એમાં દળેલી ખાંડ, નાળિયેર, બેકિંગ પાઉડર, સોડા, બદામ  અને વેનિલા એસેન્સ મિક્સ કરો.

એક ટ્રેમાં ઘી લગાવી ઓવનમાં મૂકો અને ૧૮૦ ડિગ્રી સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન પર ૪૦ મિનિટ સુધી બેક કરો. ઠંડી થયા પછી ટ્રેમાંથી કાઢી લો.

આઈસિંગ માટેની  સામગ્રી:

  • ૨૫૦ ગ્રામ ક્રીમ,
  • ૨ ચમચી આઈસિંગ શુગર

રીત:

ક્રીમને બીટરથી ફીણો. એમાં  આઈસિંગ શુગર મિક્સ કરો. ચપ્પુથી આખા ક્રીમને કેકની ચારે બાજુ લગાવો અને કોઈપણ શેપમાં સજાવો.

પેપર પર કોઈપણ ડિઝાઈન (જેમ કે એરોપ્લેન) પેન્સિલથી બનાવી લો. કટઆઉટ કાપી કેક પર મૂકો. સૌપ્રથમ આઈસિંગ કેક પર સારી રીતે પાથરો.  જામ, ગ્રીન કલર, આઈસ અને ચોકલેટ આઈસિંગથી એરોપ્લેન સજાવો.

Read Also

Related posts

આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel

જાંબલી કેરી ઈન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ, ડાયાબિટીઝનાં દર્દીઓ માટે છે અમૃત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!