GSTV

Coca-Cola ખરીદશે ભારતની આ બ્રાંડ !

Last Updated on September 10, 2018 by Bansari

સોફ્ટ ડ્રિંક્સ જાયંટ કંપને કોકાકોલા એ ભારતની એફ.એમ.સી.જી. બ્રાંડ હોર્લિક્સ ખરિદવા માટે કવાયત હાથ ધરી છે. એમ એક અખબારી અહેવાલમાં દાવો કરાયો છે.
તે મુજબ હોર્લિક્સ કે જે ગ્લેક્સોસ્મિથક્લાઈનની બ્રાંડ છે તેને ખરિદવાની હિલ્ચાલ તો છેલ્લાં કેટલાક મહિનાઓથી ચાલી રહી હતી. અને તેમાં કેલોગ, યુનિલિવર, રેકેટ બેંક્સટર, ક્રાફ્ટ હેંઝ , તેમજ નેસ્લેનો પણ સમાવેશ થાય છે. પરંતુ હાલમાં થયેલાં રિપોર્ટ મુજબ તે માટે કોકાકોલા એ પણ રસ દેખાડ્યો છે. કોકાકોલાએ પ્રથમ રાઉંડનાં હરાજીમાં 3 બિલિયન પાઉંડ ઓફર કર્યા હતા.

હાલમાં જ કોકકોલા એ બ્રિટનની કોસ્ટા કોફી ખરીદી હતી. જે તેમણે 3 અબજ પાઉંડમાં ખરીદી હતી. આ તેમની ડાયવર્સિફાઈડ બિઝનેસ્ની સ્ટ્રેટેજી છે. જેમાં તેઓ પોતાની એક જ માર્કેટ કે ઈંડસ્ટ્રીમાં બંધાઈ રહેવાને બદલે તેઓ વિવિધ ઈંડસ્ટ્રી અને સેગમેંટમાં ઝંપલાવે છે. જો આમ થશે તો કોકાકોલાની હેલ્થ ડ્રિંક ક્ષેત્રમાં એંટ્રી થશે. તે બાબત નક્કી સમજી શકાય છે.

હાલ અમેરિકા બેઝડ મલ્ટિનેશનલ ભારતનાં સોફ્ટ ડ્રિંક માર્કેટમાં ડ્યુઓપોલી ધરાવે છે એટલે કે સોફ્ટડ્રિંક માર્કેટમાં કોકાકોલા અને પેપ્સિકો બન્ને હાજરી ધરાવે છે. જેની ફ્લેગશીપમાં થમ્સ અપ, માઝા, ફેંટા, સ્પ્રાઈટ, માઉંટ એંડ ડ્યુ, લિમ્કા વગેરે જેવી સોફ્ટડ્રિંક વેંચાઈ છે. તો પેપ્સીકો પાસે મિરિંડા અને સ્લાઈસ જેવી સોફ્ટડ્રિંક્સ છે. તો પેપ્સી પેકેજ્ડ ડ્રિકિંગ વોટરમાં એક્વાફિના તો કોકાકોલા એ કિંલે જેવી બ્રાંડ ધરાવે છે.

Related posts

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel

મોટા સમાચાર: બોર્ડના પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, ફક્ત આટલા વિદ્યાર્થી બેસશે

Pravin Makwana

ગુજરાતની જનતા માટે મોટા સમાચાર: સરકારે આ 3 યોજનાને ભેગી કરીને હવે આ નામ રાખ્યુ છે, ખૂબ જ કામની છે આ યોજના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!