GSTV

કોકા-કોલા પોતાના 125 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ વખત લૉન્ચ કરશે આ ડ્રિંક

Last Updated on March 8, 2018 by

પોતાના 125 વર્ષોના ઇતિહાસમાં કોલ્ડડ્રિંક બનાવનારી કંપની કોકા કોલા સૌપ્રથમ વખત એક આલ્કોહૉલિક ડ્રિંક માર્કેટમાં જલ્દીથી લૉન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની સૌથી પહેલાં ડ્રિકને જપાનમાં લૉન્ચ કરશે.

કેટલી માત્રામાં હશે આલ્કોહૉલ

કોકાકોલાએ કહ્યું છે કે આ ડ્રિંકમાં 3થી 8 ટકાની વચ્ચે આલ્કૉહોલ હશે. જપાનમાં જો કંપનીની આ પ્રૉડક્ટ સફળ થાય છે તો તેને અન્ય દેશોમાં પણ લૉન્ચ કરવામાં આવશે.

બીયર જેવો હશે સ્વાદ

કંપનીએ કહ્યું છે કે ડ્રિંકનો સ્વાદ બીયર જેવો હશે. કોકા કોલા જપાન ઇકાઇના અધ્યક્ષ જ્યૉર્જ ગાર્ડુનોએ કહ્યું કે પ્રથમ વખત અમે ઓછી કે થોડા આલ્કોહૉલના ક્ષેત્રમાં ઉતરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે કોકા-કોલાના પોતાના ઇતિહાસમાં આ વાત અનોખી છે.

ઇન ફ્લેવરમાં મળશે આ ડ્રિંક

કોકા-કોલા આ ડ્રિંકને દ્રાક્ષ, સ્ટ્રૉબેરી, કીવી અને વ્હાઈટ પીચ ફ્લેવરમાં ઉતારશે. આ ડ્રિંક કૅનમાં મળશે. કંપનીએ આ ડ્રિંકમાં આલ્કૉહોલની માત્રા ઓછી રાખવાનો નિર્ણય લીધો છે. ગાર્ડુનોએ કહ્યું કે કેટલાંક કારણોને લઈને ડ્રિંકમાં આલ્કોહૉલની માત્રાની સંપૂર્ણ જાણકારી નથી અપાઈ રહી.

મહિલાઓ છે ટાર્ગેટ

કોકા-કોલાએ આ ડ્રિંક મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. જપાનમાં બીયર નહીં પીનારી મહિલાઓની વચ્ચે આ પ્રકારનું ડ્રિંક ઘણું લોકપ્રિય છે.

Related posts

થઇ જાઓ તૈયાર! 10 હજાર લોકોને નોકરી આપશે આ ડિજિટલ કંપની, જલ્દી શરૂ થશે હાયરિંગ

Bansari

મહાવિનાશ આવશે/ 10 હજાર કરોડ ટન બરફ પિગળ્યો, 27 જુલાઈએ એટલો ઓગળ્યો કે પાણીથી એક આખુ ઉત્તર પ્રદેશ ડૂબી જાય

Vishvesh Dave

ઇન્ટરનેટ સેન્સેશન / સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ યુવતી કોણ છે? લોકો કહી રહ્યા છે તેને ત્રણેય મેડલ આપી દો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!