GSTV

કોલ્ડ્રીન્ક્સના શોખીન છો તો આ ઉનાળામાં તમારા ખિસ્સા ખંખેરાશે, 6થી 14 ટકા વધી શકે છે ભાવ

Last Updated on February 25, 2020 by Mansi Patel

કોકાકોલા અને પેપ્સીકો ઉનાળા પહેલા ફીઝી ડ્રિંક્સના ભાવમાં 6-14 ટકાનો વધારો કરે તેવી સંભાવના છે. બંને એફએમસીજી કંપનીઓ, જે બજારના 80 ટકા ભાગ પર નિયંત્રણ રાખે છે, તેઓ 2014 પછી પહેલીવાર તેમના ભાવમાં વધારો કરશે. રિપોર્ટ અનુસાર, અમુક શેલ્ફ કિપિંગ યુનિટ્સ (એસક્યુ) માટે કિંમતોમાં સામાન્ય ફેરફાર કરવામાં આવશે.

દિલ્હીમાં કોકા-કોલા, થમ્સઅપ, સ્પ્રાઈટ, પેપ્સી અને 7 અપની 600 મીલી PET બોટલની કિંમતમાં 8.6 ટકાનો વધારો કરવામાં આવશે. એસકેયુ (SKU) ની સુધારેલી કિંમત 38 રૂપિયા હશે. માઉન્ટેન ડ્યૂ જેવી કેટલીક બ્રાન્ડ્સ માટે, PET પેકની કિંમત 14 ટકાના વધારા સાથે 40 રૂપિયા કરવામાં આવશે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 2 લિટરની બોટલની કિંમત 90 રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવશે, જેનો ભાવમાં 5 ટકાથી વધુનો વધારો છે, જ્યારે 1.25 લિટર બોટલની કિંમત 65 રૂપિયા થશે, જેમાં 8 ટકાનો વધારો કરાયો છે.

આ ભાવ વધારો વપરાશને અસર કરી શકે છે કારણ કે PET બોટલ અને કેન ગ્રાહકોમાં પસંદગીનું પેકેજિંગ છે. ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની રજૂઆત પછી કંપનીઓએ ખર્ચ ઘટાડ્યો હતો અને ભાવવધારાને ટાળ્યો હતો. જો કે, ખાંડ સહિતના કાચા માલના ભાવમાં વધારો થયા પછી લગભગ બમણો થઈ ગયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ પગલાથી કંપનીઓને કરવેરા ખર્ચને વધુ પુરા કરવામાં અને કાચા માલના વધતા ભાવને જાળવી રાખવામાં, તેમના નફામાં વધારો કરવામાં મદદ મળશે.

કોકાકોલાની બોટલિંગ કંપની, હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજિસ પ્રા.લિ. (HCCB) એ નાણાકીય વર્ષ 2018-19માં 321 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જેની સરખામણીએ 2017-18માં 118 કરોડ રૂપિયાનું નુકસાન અને 2016-17માં 233 રૂપિયાનું નુકસાન થયું હતું. અગાઉના અહેવાલો અનુસાર, તેણે માઝા રિફ્રેશ માટે 100 મિલીના ટેટ્રાપેક અને મિનિટ મેઇડ જ્યુસ માટે 250 મિલી PET પેકના નાના પેક અને સાઈઝ શરૂ કરી હતી. પેપ્સિકોએ પણ સાત વર્ષના ગાળા પછી નફો નોંધાવ્યો હતો. કંપનીએ વરૂણ બેવરેજીસ પાસેથી 2019માં તેની માલિકીની બોટલિંગ કામગીરી દક્ષિણ અને પશ્ચિમ ક્ષેત્રોમાંથી પાછી લઈ લીધી હતી.

READ ALSO

Related posts

ફાયદાનો સોદો/FD કરતાં વધુ રિટર્ન આપે છે LICની આ પોલીસી, એકવાર રૂપિયા જમા કરીને મેચ્યોરિટી પર મેળવો 27 લાખ

Bansari

વાઘોડિયા: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યું ફરી વિવાદિત નિવેદન, જાણો આ વખતે શું બોલ્યા!

pratik shah

ડાયાબિટીશને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા: જોધા અકબર ફેમ એક્ટર લોકેન્દ્ર સિંહની હાલત બગડી ગઈ, કાપવો પડ્યો પગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!