GSTV

Coca Colaની કમાણી વધારવા માટે સિક્રેટ ફોર્મ્યુલા તૈયાર! બાબા રામદેવની પતંજલિને મળશે ટક્કર

Last Updated on March 30, 2019 by

કોલ્ડ ડ્રિન્કના ઘટી રહેલા વ્યાપારથી ચિંતિત કોકો કોલા પોતાની કમાણી વધારવા માટે નવો ફોર્મ્યુલા લાવી છે. કંપની હવે દેશી પ્રોડક્ટ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. મીડિયા રીપોર્ટ મુજબ, કોકો કોલા હવે બાબા રામદેવની પંતજલિ આયુર્વેદની જેમ ઘરેલુ પ્રોડક્ટ જેવી જલજીરા, મેન્ગો રસ જેવા કોલ્ડ ડ્રિન્ક વેચશે. કંપનીએ તેના માટે રોડમેપ તૈયાર કરી લીધો છે. તો હાલમાં કંપનીએ જલજીરા લૉન્ચ કર્યુ. ત્યારબાદ ગરમીઓની સિઝનમાં મેન્ગો રસ ઉતારવાની તૈયારીમાં છે.

અહીં જણાવવાનું કે કોકો કોલા જલજીરાની લોન્ચિંગ બાદ હવે મેન્ગો રસ લાવવાની તૈયારી છે. આ સિવાય દહી, લસ્સી અને બટર મિલ્ક ઉત્પાદન પણ ભારતમાં લૉન્ચ કરવામાં આવશે.

શું છે કોકો કોલાનો નવો પ્લાન- કંપની હવે ઘરગથ્થુ ટીપ્સ પર આધારીત ડ્રીન્ક વેચશે. મેન્ગો રસ, જલજીરા જેવા ભારતના પરંપરાગત પીણા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. એક રીપોર્ટ મુજબ, ગત ત્રણ વર્ષમાં આ દરેક ડ્રીન્કના પેકેજમાં આવવાથી તેની માગ 32 ટકા વધી ગઇ છે. આ વધારો કોલ્ડ ડ્રિન્કની માંગથી 3 ગણો વધારે છે.

કોકના ભારતમાં CEO ટી.કૃષ્ણકુમારે તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ભારતના 29 રાજ્ય કંપની માટે 29 દેશો બરાબર છે. આ અલગ-અલગ ભાષાઓ, કેટરિંગ અને આદતો છે. ફૂડ અને પીણાને લઇને લોકોની આદતો પણ અલગ-અલગ છે.

કૃષ્ણકુમારનું કહેવુ છે કે, ભારતમાં જ્યૂસ માર્કેટની સાઈઝ 3.6 અબજ ડૉલરની છે. જેમાં 72 ટકા કેરીનું જ્યુસ છે. કંપની વ્યાજબી ભાવે ઠંડાપીણા ભારતીય ગ્રાહકો સુધી પહોંચાડવાની તૈયારીમાં છે. તેઓ સ્થાનિક સ્તરે કેરી અને લિચીનું ઉત્પાદન શરૂ કરશે. જેના માટે કંપની 1.7 અબજ ડૉલરનું રોકાણ કરશે.

આ દરેક પ્રોડક્ટ પર નાની કંપનીઓની આગેવાની- ભારતમાં દરેક પરંપરાગત ડ્રિન્ક પર નાની-નાની કંપનીઓનુ પ્રભુત્વ છે. આ કંપનીઓમાં ખાસ કરીને મુંબઈની Xotik Frujus અને રાજસ્થાનની Jayanti Group મોટું માર્કેટ શેર કરે છે. આ કંપનીઓના વધારે સ્લોગન ‘Be Indian Buy Indian’ જેવા છે. આ જ રીતે કોકો કોલા પણ નવુ સૂત્ર લાવવાની તૈયારીમાં છે.

READ ALSO

Related posts

ગુજરાતની જનતા માટે મોટા સમાચાર: સરકારે આ 3 યોજનાને ભેગી કરીને હવે આ નામ રાખ્યુ છે, ખૂબ જ કામની છે આ યોજના

Pravin Makwana

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકો માટે માલિકી હક્ક મેળવવાનું સહેલું બન્યું, પૂર્વ મંજૂરી વિના ખુલ્લા માર્કેટમાં વેચી શકાશે

Pravin Makwana

મોંઘવારી: ઈતિહાસમાં પહેલીવાર કપાસિયા તેેલે સિંગતેલની સાઈડ કાપી, 10 રૂપિયા ઊંચા ભાવે થયા સોદા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!