GSTV

જેટ એરવેઝ વેચાઈ ગઈ/ આ હશે વિમાન કંપનીના નવા માલિક, છેલ્લા એક વર્ષથી તંગહાલીમાં હતી એરલાઈન્સ કંપની

યુકે બેસ્ડ કાલરૉક કૈપિટલ અને સંયુક્ત આરબ અમિરાતના આંત્રપ્રેન્યોર મુરારી લાલ જાલાનવાળી કંસોર્ટિયમ હવે જેટ એયરવેઝના નવા માલિક હશે. જેટ એરવેઝને દેવુ આપનારી ક્રેડિટર્સ કમિટીએ તેની મંજૂરી આપી દીધી છે. લગભગ એક વર્ષ પહેલા જેટ એરવેઝનું સંચાલન કરવા માટે ફંડ્સની ગંભીર સમસ્યાના કારણે તેને બંધ કરવી પડી હતી.

એરલેન્સના લેંડર દ્વારા નિમણૂંક કરેલા રિજોલ્યૂએશન પ્રોફેશનલ આશીષ છાછરીયાએ સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં કહ્યુ છે કે, ઈ વોટિંગ આજે એટલે કે, 17 ઓક્ટોબર 2020ના રોજ પુરી થઈ છે. અને કમિટી ઓફ ક્રેડિટર્સે કોડના સેક્શન 30(4) અંતર્ગત મુરારીલાલ જાલાન અને ફ્લોરિએન ફ્રિટ્શના રેજ્યોલૂશન પ્લાનને મંજૂરી આપી છે.

આ બે કંસોર્ટિસને મળી હતી બોલી


જેટ એરવેઝને બે કંસોર્ટિયસથી બોલી મળી હતી, જેમાં એક યુકે બેસ્ડ કાલરોક કૈપિટલ અને યુએઈની આંત્રપ્રેન્ચોર મુરારી લાલ જાલાન અને બીજી હરિયાણાની ફ્લાઈટ સિમુલેશન ટેક્નીક સેન્ટર, મુંબઈ સ્થિત બિગ ચાર્ટર અને અબુ ધાબીની ઈપીરિયલ કૈપિટલ ઈંવેસ્ટમેંટ્સ એલએલસી હતી.

આ સાથે જ દેવામાં ડૂબેલી અને દેવાળિયું ફૂંકેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝે ફરી એકવાર ઉડશે તેવી આશા સેવાઈ છે. જેટ એરવેઝનું કામ કાજ એપ્રિલ 2019થી બંધ પડ્યુ છે. એક વર્ષ કરતા વધારે સમય વિત્યા બાદ તેને લેંડર્સે જેટ એરવેઝને રિવાઈઝ અને ઓપરેટ કરવા માટે કોઈ પ્રપોઝલ સ્વિકાર કર્યો છે. નરેશ ગોયલની આ એરલાઈન્સ કંપનીનું કૈશ ખતમ થઈ જતા તેનું કામકાજ બંધ કરવુ પડ્યુ હતું.

READ ALSO

Related posts

ક્રિકેટ જગતનો એક ખેલાડી જે મેદાન પર આવે એટલે મનોરંજનની 100 ટકા ગેરન્ટી!

Ankita Trada

IPL/ હાર બાદ પણ ધોનીએ હાંસેલ કરી ખાસ ઉપલબ્ધી, બન્યો IPLમાં 200 મેચ રમનાર બન્યો પહેલો ખેલાડી

Bansari

લગ્નના 4 વર્ષ બાદ આ અભિનેત્રીએ આપ્યા ગુડ ન્યુઝ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી આવી નજર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!