ગુજરાતમાં મધદરિયે આજકાલ મોટા ઓપરેશનો પાર પાડવામાં આવી રહ્યાં છે. ભારતીય તપાસ એજન્સીઓ મધદરિયે એક બાદ એક પર્દાફાશ કરી રહ્યાં છે. આજ કડીમાં હવે અરબ સાગરમાં કોસ્ટ ગાર્ડે પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે.

ગુજરાત એન્ટી-ટેરરીસ્ટ સ્કવોડે (ATS) એ આપેલ માહિતી અનુસાર ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે (ICJ) અરિંજય પેટ્રોલિંગ જહાજ થકી અરબ સાગરમાં મધદરિયે ઓપરેશન પાર પાડ્યું છે. સંદિગ્ધ પદાર્થોની હેરાફેરીની આ બોટ દ્વારા કરવામાં આવતી હોવાની બાતમીના આધારે અલ નોમાન નામની સાત ખલાસીઓ સાથેની પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે.
આ પાકિસ્તાની બોટ ભારતીય જળ સીમામાં ઘૂસી આવી આવી હતી. બોટની અટકાયત કરીને વધુ તપાસ તેમજ પૂછપરછ અર્થે ગુજરાત રાજ્યના પશ્ચિમ તટના ઓખા બંદરે લાવવામાં આવી રહી હોવાનું આધિકારીક નિવેદનમાં જણાવાયું છે. ગુજરાત ડિફેન્સે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી કે આ સંદિગ્ધ પદાર્થોની હેરાફેરી કરતી પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- ટૂરિસ્ટની પાસે આવી ગયો ખૂંખાર વાઘ, અટકી ગયા બધાના શ્વાસ જાતે જ જોઇ લો વીડિયો
- IND vs NZ: પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પત્ની સાક્ષી સાથે મેચ જોવા રાંચી પહોંચેલો, વીડિયો વાયરલ
- રાજસ્થાન/ ભરતપુરમાં આર્મીનું ફાઈટર જેટ ક્રેશ, અધિકારીઓ પહોંચ્યા ઘટનાસ્થળે
- સુરત / મનપાના અધિકારીઓ સામે ભાજપના ધારાસભ્ય કાનાણી લાલઘુમ, જન આંદોલનની ચીમકી ઉચ્ચારી
- 5 પોલીસકર્મીઓએ એક અશ્વેત યુવકને મારીને હત્યા કરી, સમગ્ર અમેરિકામાં વિરોધ પ્રદર્શન, જ્યોર્જ ફ્લોયડની યાદો તાજી…