ગઠબંધન, ગઠબંધન અને ગઠબંધન, મોદીજીએ કહ્યું આ બંધા કોણ છે તમને ખબર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ફરી એકવાર ભાજપની વિરૂદ્ધ ગઠબંધન કરી રહેલા પક્ષો પર નિશાન તાક્યું. મોદીએ કહ્યું કે આ અવસરવાદી ગઠબંધન છે. અને વંશવાદી પાર્ટીઓ પોતાનું સામ્રાજ્ય બનાવવા ઇચ્છે છે. જ્યારે કે અમે લોકોને સશક્ત બનાવવા ઇચ્છીએ છીએ. પીએમ મોદીએ રવિવારે વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા તમિલનાડુની પાંચ લોકસભા બેઠક માટે ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે અમે બીજી પાર્ટીઓની જેમ લોકોના ભાગલા પાડીને શાસન કરવાની રાજનીતિ નથી કરતાં. કે ન તો લોકોનો ઉપયોગ વોટબેંક જેમ કરીએ છીએ. અમે દરેક વર્ગના લોકોની મદદ કરવા માટે રાજનીતિમાં આવ્યા છીએ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter