GSTV

BIGNEWS: કોલસા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેને ત્રણ વર્ષની સજા ફટકારતી વિશેષ CBI કોર્ટ

દિલ્હીની એક વિશેષ સીબીઆઈ અદાલતે કોલસા ગોટાળા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેને ત્રણ વર્ષની કારાવાસની સજા સંભળાવી છે. આ કેસ 1999માં ઝારખંડ કોલસા બ્લોક આવંટનમાં કથિત અનિયમિતતાઓ સાથે સંબંધીત હતો. અદાલતે તાજેતરમાં જ કેસમાં દોષી જાહેર કરેલા અન્ય બે લોકોને ત્રણ સાલની કેદની સજા સંભળાવી છે.

મંત્રાલયના બે વરિષ્ઠ અધિકારી સહિત આ લોકો સામે નોંધાયા છે ગુના

વિતેલા દિવસોમાં વિશેષ અદાલતે કોલસા ગોટાળા સાથે જોડાયેલા એક કેસમાં દિલીપ રેને દોષી જાહેર કર્યો હતા. વિશેષ ન્યાયાધીશ ભરત પરાશરે દિલીપ રેને ભ્રષ્ટાચાર નિરોધક અધિનિયમ હેઠળ દોષી જાહેર કર્યો હતો જ્યારે અન્યોને છેતરપીંડી અને ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યો છે. સીબીઆઈની વિશેષ અદાલતે પૂર્વ કેન્દ્રીય મંત્રી સિવાય કોલસા મંત્રાલયના તત્કાલીન બે વરિષ્ઠ અધિકારી, પ્રદિપ કુમાર બેનર્જી અને નિત્યા નંદ ગૌતમ, કૈસ્ટ્રોન ટેક્નોલોજીજ લિમિટેડના નિદેશક મહેન્દ્ર કુમાર અગ્રવાલ અને કૈસ્ટ્રોન માઈનિંગ લિમિટેડને પણ દોષીત જાહેર કર્યાં છે.

Related posts

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

ભારત સાથેની વાટાઘાટો વચ્ચે ચીને પોતાના સૈનિકો માટે હજારો ટન સામાન ભરેલી સેંકડો ટ્રકો લદ્દાખ બોર્ડર મોકલી

Nilesh Jethva

રાજધાની દિલ્હીમાં ઠંડીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી બે દિવસમાં કમોસમી વરસાદની આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!