GSTV

હવે થશે શું? કોલસા પછી નેચરલ ગેસની અછત દુનિયાને હવે અંધારપટનો પર તોળાતો ભય

Last Updated on October 13, 2021 by pratik shah

કોલસાની અછત વચ્ચે યુરોપના કેટલાક દેશ એવા છે જ્યા નેચરલ ગેસની અછતે ચિંતા વધારી છે. યુરોપના મોટા ભાગના દેશ નેચરલ ગેસ અને પરમાણું ઊર્જા પર નિર્ભર છે. પરંતુ યુરોપના દેશમાં પુરતા પ્રમાણમાં નેચરલ ગેસનો પુરવઠો નથી. જેની સીધી અસર મધ્યમ અને ગરીબ વર્ગ પર પડી છે. નેચરલ ગેસના ભાવ સતત વધી રહ્યા છે.  એક રિપોર્ટ પ્રમાણે બ્રિટનમાં 10 લાખથી વધુ લોકો વર્ષની શરૂઆતમાં  વીજળી કે અન્ય ઊર્જાના સંસાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. ઊર્જા નિયામક ઓફજેમને ચેતવણી આપી છેકે, નેચરલ ગેસ અને કોલસાની અછતના કારણે દુનિયાને  ઊર્જા માટે વધારે નાણાનો ખર્ચ કરવો પડશે. એક માસમાં નેચરલ ગેસનું ઉત્પાદન કરતી નવ કંપની બંધ થઈ છે.  આ કંપનીઓ ભાવ વધારો અને ઉત્પાદન ખર્ચને વધારે સમય સુધી સહન ન કરી શકી અને ગેસ ઉત્પાદન કરતી કંપનીઓ બંધ થઈ.

  • યુરોપના મોટા ભાગના દેશ નેચરલ ગેસ અને પરમાણું ઊર્જા પર નિર્ભર
  • યુરોપના દેશમાં પુરતા પ્રમાણમાં નેચરલ ગેસનો પુરવઠો નથી
  • ગેસની અછતની સીધી અસર મધ્યમ અને ગરીબ વર્ગ પર પડી

યુકે સ્ટીલના ડિરેક્ટર જનરલ ગ્રેથ સ્ટેસે જણાવ્યુ કે, સરકાર ઊર્જાની કિંમત પર કાબૂ મેળવવામાં નિષ્ફળ ગઈ છે.  જેના કારણે ગેસ ઉત્પાદન કરતી કંપનીઓ બંધ થઈ છે.  યુરોપ બાદ જર્મનીમાં પણ પાવર પ્લાન્ટ બંધ થયા છે. જેથી અહીં વીજ સંકટ ઊભું થયુ છે. અમેરિકામાં પણ નેચરલ ગેસની કિંમતમાં વધારો થયો છે.  આજે દુનિયામાં કોઈપણ દેશ ઊર્જાની જરૂરિયાતને વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને પૂર્ણ કરી શકે તેમ નથી.   જેના કારણે ઊર્જાનું ઉત્પાદન ઓછુ અને તેની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

બાપ રે! Omicronના ખતરા વચ્ચે લંડન-એમ્સટર્ડમથી દિલ્હી પહોંચેલા 4 પેસન્જરોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હાલ આઈસોલેશનમાં

pratik shah

અરબ સાગરના ખજાના પર ચીન અને પાકિસ્તાનની મેલી નજર, શોધ કરતા કરતા ગુજરાતના તટ સુધી આવી ગયા, સર્વે શરૂ કર્યો

Pravin Makwana

GST Collection: નવેમ્બરની તુલનામાં તો GST કલેક્શને ઓક્ટોબરનો તોડ્યો રેકોર્ડ, 1.31 લાખ કરોડ રૂપિયાને પાર: મોદી સરકારની તિજોરી તો છલકાઈ…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!