GSTV

વીજ સંકટ માટે રહેજો તૈયાર: છાતી ઠોકીને સંકટ નથી તેવું કહેનારી સરકાર પણ ચિંતામાં, દેશના 18 પાવર પ્લાન્ટ પાસે કોલસો જ નથી, હવે શું થશે?

Last Updated on October 14, 2021 by pratik shah

કેન્દ્ર સરકાર એક તરફ છાતી ઠોકીને દાવો કરી રહી છે કે, દેશમાં કોલસાની અછતના કારણે કોઈ વીજ સંકટ નથી સર્જાયુ તો બીજી તરફ દેશના થર્મલ પાવર પ્લાન્ટ પાસે કોલસાના સ્ટોકના સરકારના આંકડા બીજુ જ ચિત્ર રજૂ કરી રહ્યા છે. જેમ કે દેશમાં 135 પાવર પ્લાન્ટ એવા છે જ્યાં કોલસાનો ઉપયોગ વીજળી બનાવવા માટે કરવામાં આવે છે. આ પૈકીના 18 પ્લાન્ટ પાસે કોલસાનો સ્ટોક જ નથી. બીજી તરફ 20 જ પ્લાન્ટ એવા છે જ્યાં સાત દિવસ કે તેથી વધારે ચાલે તેટલો કોલસાનો સ્ટોક છે.

વીજ મંત્રાલયના આંકડા પ્રમાણે 12 ઓક્ટોબર સુધીમાં દેશના 18 પ્લાન્ટ પાસે કોલસાનો એક પણ દિવસનો સ્ટોક નહોતા. 26 પ્લાન્ટ પાસે એક દિવસ ચાલે તેટલો જ કોલસો બચ્યો હતો અને 20 પ્લાન્ટમાં સાત કે તેના કરતા વધારે દિવસ માટેનો કોલસાનો સ્ટોક હતો.

કોલ ઈન્ડિયા દ્વારા રેકોર્ડ તોડ ઉત્પાદન બાદ પણ આ પ્રકારની સ્થિતિ છે. આ વર્ષે ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે કોલસાનુ 249.8 મિલિયન ટન ઉત્પાદન થયુ છે. જે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન થયેલા ઉત્પાદન કરતા 13.8 મિલિયન ટન વધારે છે. એ પછી પણ આ સંકટ કેવી રીતે સર્જાયુ તે અંગે સરકારનુ કહેવુ છે કે, કોરોના બાદ ઈકોનોમીમાં આવેલી રીકવરીના કારણે વીજ માંગ વધી છે અને સાથે સાથે વિદેશથી આયાત થનારા કોલસાની કિંમત વધતા આયાત ઘટી છે.

જોકે એક વાત એ પણ સામે આવી છે કે, આ વર્ષે માર્ચ મહિનામાં પાવર પ્લાન્ટસને કોલસાનો સ્ટોક રાખવા સલાહ અપાઈ હતી પણ તેને નજર અંદાજ કરવામાં આવી હતી.

coal shortage

દેશમાં કોલસા સંકટથી વીજળી સંકટનો ખતરો તોળાઈ રહ્યો છે. જેથી કેન્દ્ર સરકારે કહ્યું છે કે, રાજ્યોની પાસે કોલ ઈન્ડિયાનાં આશરે 20 હજાર કરોડ રૂપિયા લેવાના બાકી છે. જેથી કોલસા મંત્રાલયએ ચાર રાજ્યો યુપી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાનને પત્ર લખી બાકી નીકળતા નાણાં ભરવા જણાવ્યું છે. કર્ણાટક, એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ રાજ્યો મોટા ડિફોલ્ટર છે. કોલસા મંત્રાલયે જાન્યુઆરીમાં પત્ર લખી સ્ટોક રાખવા કહ્યું હતું. પરંતુ રાજ્યોએ કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. આ ઉપરાંત રાજસ્થાન, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણો છે, પરંતુ આ રાજ્યોએ ખૂબ જ ઓછા પ્રમાણમાં કોલસા ખનન કર્યું હતું.

modi

અથવા કોઈ ખનન જ નહોતું કર્યું. કોલસા મંત્રાલયએ સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યો દ્વારા કોલસા ખનન ન કરવા અને કોલ ઈન્ડિયાથી કોલસો ન લેવાને લીધે વીજળી સંકટ સર્જાવાની સ્થિતિ છે. સૂત્રો અનુસાર, કોલસાનો વધુ સ્ટોક એટલે નથી કરાઈ રહ્યો કારણ કે, આગ લાગવાનો ખતરો છે. દેશમાં કોલસા સંકટનું કારણ આયાતી કોલસો મોંઘો પડી રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે આયાતી કોલસાની કિંમત 4200 રૂપિયા ટન હતી, જે ચાલુ મહિને 11,520 રૂપિયા ટન થઈ છે. આંધ્રપ્રદેશમાં વીજળી બચાવવા માટે દશેરા પછી વીજળી કાપની તૈયારીઓ શરૂ કરાઈ છે. આંધ્રપ્રદેશ સરકાર અનુસાર, સાત વર્ષમાં પહેલીવાર આવી સ્થિતિનું નિર્માણ થયું છે.

READ ALSO

Related posts

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

pratik shah

BIG BREAKING: મોટી દુર્ઘટના/ લખીમપુર, જશપુર અને હવે ભોપાલ, દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર ચડાવી દીધી કાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!