GSTV

સારા સમાચાર! આ સરકારી કંપનીએ મોટી જાહેરાત કરી, દિવાળી પહેલા કર્મચારીઓને 68,500 રૂપિયા મળશે

સરકારી

સરકારી કંપની કોલ ઈન્ડિયા લિમિટેડે તેના કર્મચારીઓને ઈનામ તરીકે વ્યક્તિ દીઠ 68,500 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. તેનાથી કંપની પર કુલ 1,700 કરોડનો બોજ વધશે. 25 ઓક્ટોબર પહેલા તમામ કર્મચારીઓને ચુકવણી કરવામાં આવશે. લગભગ 2.62 લાખ કર્મચારીઓને લાભ થશે. 8 સહાયક કંપનીઓના કર્મચારી પણ શામેલ હશે. કોરોના વાયરસ રોગચાળો હોવા છતાં, કંપનીએ તેના કર્મચારીઓના પીઆરએલ 5.87 ટકા એટલે કે 3,800 રૂપિયાથી વધારીને 68,500 રૂપિયા કરવાની જાહેરાત કરી છે.

ઝારખંડના રાંચીમાં ગુરુવારે કોલ ઈન્ડિયાની કોલસા ઉદ્યોગ માટેની સંયુક્ત દ્વિપક્ષી સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોલ ઈન્ડિયા મેનેજમેન્ટ અને સેન્ટ્રલ ટ્રેડ એસોસિએશનના પ્રતિનિધિઓ પણ આમાં સામેલ થયા હતા. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમને ખુશી છે કે સમય જતાં તમામ પક્ષો તેમાં સહમત થયા અને અમે યોગ્ય સમયે તેની ઘોષણા કરી. કંપનીને યુનિયન ટ્રેડ યુનિયનનો ટેકો પણ મળ્યો હતો.

Read Also

Related posts

ડુંગળીની કિંમતોને નિયંત્રણ કરવા માટે સરકારે 15 ડિસેમ્બર સુધી આપી આયાત નિયમોમાં ઢીલ

Mansi Patel

દુશ્મનોની અભેદ ટેંકને 10 કિ.મી. દૂરથી તોડી પાડે તેવી ઘાતક મિસાઈલ ભારત વિકસાવી રહ્યું છે, ભારતીય આર્મી સજ્જ

Dilip Patel

યુઝર્સ પર કમ્પ્યુટર હાઈજેક થવાનો ભય વધ્યો, ગૂગલે જાહેર કર્યા PATCH

Karan
Do NOT follow this link or you will be banned from the site!