GSTV

Coal Crisis / કોલસા ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં બીજો ક્રમાંક છતાંય કેમ પડી રહી છે ઘટ? અનેક પાવર પ્લાન્ટમાં વધ્યો ખૂબ જ ઓછો જથ્થો

Last Updated on October 12, 2021 by Zainul Ansari

પાવર પ્લાન્ટ્સની પાસે પર્યાપ્ત કોલસો નથી. દિલ્હી સહિત અનેક રાજ્યોએ કોલસાની શોર્ટ સપ્લાય બાબતે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો પરંતુ સરકાર કોઈ પણ પ્રકારની અછત ન હોવાનો જ રાગ આલાપી રહી છે. હવે સવાલ એ છે કે દેશમાં આ સ્થિતિ આવી શા માટે?

દેશના અનેક પાવર પ્લાન્ટ્સમાં અમુક દિવસનો જ કોલસાનો જથ્થો બચ્યો છે. સ્થિતિને જોતાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સંકટ વધારે ઘેરું બની શકે છે. જોકે સરકારે કોલસાની અછતને સંપૂર્ણપણે નકારી દીધી છે. સરકારનું કહેવું છે કે કોલસાની અછત ચોક્કસ છે, પણ એ ધીમે ધીમે દૂર કરવામાં આવશે. જો કે સવાલ એ પણ થાય કે કોલસાનું બમ્પર ઉત્પાદન છતાં ભારતને શા માટે આયાત કરવી પડે છે.

કોલસા ઉત્પાદનના ક્ષેત્રમાં ભારત વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો દેશ છે. ગ્લોબલ એનર્જી સ્ટેટિસ્ટિકલ ઈયરબુક 2021 પ્રમાણે કોલસા ઉત્પાદનમાં ચીન સૌથી આગળ છે. પ્રત્યેક વર્ષ ચીન 3,743 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કરે છે. જ્યારે ભારત પ્રત્યેક વર્ષ 779 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કરી બીજા ક્રમ પર છે. તેમ છતાં ભારતને તેની જરૂરિયાતના 20થી 25 ટકા કોલસો અન્ય દેશોમાંથી આયાત કરવો પડે છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં કોલસો મોંઘો થતાં જ પાવર પ્લાન્ટે તેની આયાત બંધ કરી દીધી અને સંપૂર્ણપણે કોલ ઈન્ડિયા પર નિર્ભર થવું પડ્યું.

દેશમાં કોલસાના ઉત્પાદનમાં 80 ટકા હિસ્સેદારી ધરાવતી કોલ ઈન્ડિયાનું કહેવું છે કે ગ્લોબલ કોલ પ્રાઈઝમાં જે વધારો થઈ રહ્યો છે, એને લીધે ઘરેલુ કોલસાનું ઉત્પાદન પરની નિર્ભરતા રાખવી પડી રહી છે. માગ અને પુરવઠા વચ્ચે જે અંતર સર્જાયું છે એને લીધે આ સ્થિતિ સર્જાઈ છે. કોલસાની અછતને કઈ રીતે નિવારી શકાય એની તૈયારી પ્લાન્ટ્સ પાસે નહોતી. પ્લાન્ટ્સે સ્ટોક ક્ષમતા ઓછી કરી દીધી હતી. જેવો સ્ટોક ઘટ્યો, વીજળી યુનિટ બંધ થવા લાગ્યા.

આયાત બંધ થવાથી સર્જાયેલી સ્થિતિનો સામનો કરવા માટે કોલ ઈન્ડિયા કે પાવર પ્લાન્ટ તૈયાર નહોતા. આંકડા જણાવે છે કે બે વર્ષમાં કોલ ઈન્ડિયાનું કોલસા ઉત્પાદન 106.7 લાખ ટન ઘટ્યું છે. સપ્ટેમ્બર 2021-22 સુધી કંપનીએ 2 હજાર 600.7 લાખ ટન ઉત્પાદન કર્યું, જ્યારે લક્ષ્ય 2 હજાર 874.2 લાખ ટન હતું. વર્તમાનમાં પણ કોલ ઈન્ડિયા પોતાના લક્ષ્યથી 267.5 લાખ ટન પાછળ છે.

દેશમાં કોલસાના અછતને કારણે વિજળીનું સંકટ વધારે ઘેરૂ બન્યુ છે. રાજ્યો પાસે કોલસાનો ઘણો ઓછો સ્ટોક બચ્યો છે. એવામાં થર્મલ પાવર પ્લાન્ટને કોલસાનો પુરવઠો પહોંચાડવાનો એક મોટો પડકાર ઉભો થયો છે.

Read Also

Related posts

વાયરલ પડતાલ/ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જોઈ લો શું છે સત્ય હકીકત

Pravin Makwana

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!