GSTV

કોલસાનો કકળાટ / તેજીને કારણે ભાવ થયા ત્રણગણા : કોલસાની અછત વચ્ચે નવી મોકાણ

Last Updated on October 26, 2021 by pratik shah

વૈશ્વિક બજારમાં કોલસા અને અન્ય ઇંધણની ભારે અછતના કારણે કોલસાના વૈશ્વિક ભાવમાં છેલ્લા એક દાયકામાં આવેલી સૌથી મોટી તેજી જોવા મળી રહી છે. લોંગ ટર્મ કોન્ટ્રાક્ટના કોલસાના ભાવ બમણાં થઇ ગયા છે અને નાના ઉદ્યોગોને કોલસાના ત્રણ ગણા ભાવ ચૂકવવાનો વારો આવ્યો છે. બજારના સુત્રોએ જણાવ્યા અનુસાર કોલસાના ભાવ રૃ.૬ પ્રતિ કિલો સામે અત્યારે રૃ. ૧૫ થી ૧૮ પ્રતિ કિલો થઇ ગયા છે.’


ઇન્ડોનેશિયા કે જ્યાંથી ભારત કોલસાની સૌથી વધુ આયાત કરે છે ત્યાં સરકારે સપ્ટેમ્બરમાં છેલ્લે નક્કી કરેલા ભાવ ઐતિહાસિક ઉંચી સપાટી ઉપર છે. માર્ચ મહિનામાં ૯૫ ડોલર પ્રતિ ટન મળતો આયાતી કોલસો અત્યારે ૧૭૦ ડોલર પ્રતિ ટનના ભાવે છે. એવા કેટલાક સોદા થયા છે જેમાં કોલસાના ભાવ ૧૮૫ ડોલર પ્રતિ ટન પણ જોવા મળ્યા છે. ઓસ્ટ્રેલિયન કોલસાના ભાવ જુલાઈમાં ૧૫૨ ડોલર પ્રતિ ટન હતા તે સપ્ટેમ્બરમાં ૧૮૫ ડોલર થઇ ગયા છે. દક્ષીણ આફ્રિકાના ભાવ આ ત્રણ મહિનામાં ૧૨૨ ડોલર સામે વધી ૧૪૬ ડોલર પ્રતિ ટન થઇ ગયા છે.


ભારતમાં સ્થાનિક કોલસાના ઉત્પાદક કોલ ઇન્ડિયાએ નવેમ્બર ૨૦૨૦ પછી ભાવ નથી વધાર્યા પણ વીજળી પ્લાન્ટ માટે કોલસાની ભારે અછતના કારણે આયાત વધી રહી છે. બીજું, કોલ ઇન્ડિયા ફ્યુઅલ સપ્લાય એગ્રીમેન્ટ હેઠળ વીજમથકોને કોલસો જે ભાવે આપે છે તેના કરતા ૧૫ ટકા ઉંચો ભાવ અન્ય ઉદ્યોગો પાસેથી વસુલે છે એટલે સ્થાનિકમાં પણ ભાવમાં જબરો ફેરફાર જોવા મળે છે.
કેન્દ્ર સરકારે કોલસાની અછત નિવારવા અને વીજળીનું ઉત્પાદન જાળવી રાખવા માટે વીજ મથકોને પુરવઠામાં પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે ૧૦ ટકા આયાતી કોલસાના મિશ્રણની છૂટ આપી છે એટલે ભારતની માંગના કરને વૈશ્વિક બજારમાં કોલસાના ભાવમાં વધારે મોટી તેજી જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

Big Breaking / કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર, 3 અને 4 તારીખે યોજાનારી શારીરિક પરીક્ષા મોકૂફ

Zainul Ansari

4 વર્ષની ‘રિયલ લાઇફ મોગલી ગર્લ’: ખૂંખાર પ્રાણીઓ વચ્ચે ગુજાર્યા દિવસો, જાણો હવે ફરી કેમ આવી ચર્ચામાં?

Zainul Ansari

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!