ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં આ ખેલાડીઓને મળશે આરામ

ન્યૂઝીલેન્ડમાં મળેલી શાનદાર વન-ડે જીત બાદ ભારતીય ટીમનો પ્રયાસ ટી-20 સીરીઝમાં પણ આ સ્થાનને યથાવત રાખવાનો છે. ભારતે ન્યૂઝીલેન્ડની સામે 6,8 અને 10 ફેબ્રુઆરીએ ટી-20 મેચ રમવાની છે. આ સીરીઝ બાદ ભારતીય ટીમને પોતાની હોમ પીચ પર 24 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સીરીઝમાં ભાગ લેવાનો છે. ટી-20 સીરીઝ બાદ બંને દેશોની વચ્ચે 5 મેચોની વન-ડે સીરીઝ પણ રમાશે.

ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી મુજબ, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ યોજાનારી સીરીઝમાં અમૂક ખેલાડીઓને આરામ આપી શકાય છે. ન્યૂઝીલેન્ડ સામે સીરીઝ જીત્યા બાદ સ્ટાર સ્પોર્ટસ ચેનલ પર આપેલા એક ઈન્ટરવ્યૂમાં શાસ્ત્રીએ કહ્યું કે તેઓ આ શ્રેણી દરમ્યાન અમૂક ખેલાડીઓને આરામ આપવાનુ વિચારી રહ્યાં છે. શાસ્ત્રીએ કહ્યું, ‘અમે આ અંગે પસંદગીકારો સાથે વાતચીત કરી છે. અમૂક સીનિયર ખેલાડીઓને આરામ આપીને અમે ટીમમાં યુવા ખેલાડીઓને તક આપીશું. વર્લ્ડ કપ પહેલા આ અમારી છેલ્લી વન-ડે સીરીઝ છે. એવામાં અમારો પ્રયત્ન વધુમાં વધુ ખેલાડીઓને તક આપવાનો છે.’

શાસ્ત્રીએ વધુમાં કહ્યું, ‘લાંબા સમયથી સતત ક્રિકેટ રમી રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આરામ આપવાની જરૂર છે. જસપ્રીત બુમરાહની વાપસી થવાથી ટીમને મજબૂતી મળશે. આ સિવાય રોહિત શર્મા અને શિખર ધવન સતત ક્રિકેટ રમી રહ્યાં છે અને તેમણે આગળ પર સતત રમવાનુ છે. રોહિત અને શિખરને પણ અમૂક મેચમાં આરામ આપવાની જરૂર છે. યુવા ખેલાડીઓ સાથે ઓપનિંગ કરાવીને તેમને પરખવા માટે યોગ્ય સમય હશે.’

મહત્વનું છે કે, ભારતીય ટીમથી બહાર રહેલા મનીષ પાંડે, શ્રેયસ ઐયર અને અક્ષર પટેલને ટીમમાં ફરીથી સામેલ કરી શકાય છે. વર્લ્ડ કપ પહેલા ટીમ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખૂબ જ મહત્વનો છે. ઓસ્ટ્રેલિયાને તેમના ઘરમાં જ હરાવ્યા બાદ ભારતના પ્રયત્નો તેમને પોતાના દેશમાં પણ પછાડવા પર છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter