GSTV
Gujarat Government Advertisement

‘રાતોરાત સુપરસ્ટાર ન બની જવાય’ કોચ રવિ શાસ્ત્રીની રિષભ પંતને સલાહ

Last Updated on November 28, 2019 by Bansari

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે તે રિષભ પંત પર બંદૂક તાણવા નથી માગતા પરંતુ તેના બદલે તે ઇચ્છે છે કે જે લોકો તેની પાછળ પડ્યાં છે તે થોડા શાંત થઇ જાય અને યુવા વિકેટકીપર બેટ્સમેનને ફોર્મમાં આવવા અને પોતાનું ઉમદા પ્રદર્શન કરવાની તક આપે.

તેમણે કહ્યું કે, પંતે તે દિલાસો અપાવવો પડશે તે યુવા છે અને એક જ દિવસમાં બધુ બદલાઇ ન જાય. તમે ભૂલો કરો છો પરંતુ તમે તેમાંથી શીખસો અને આ ગેમ તમને આગળ વધારવાનું શીખવશે. જીવન આવી જ રીતે ચાલે છે. તમે જેટલી મહેનત અને સંઘર્ષ કરશો તેટલાં જ બહેતરીન બનશો.

શાસ્ત્રીએ તેમ પણ કહ્યું કે જ્યારે તે બ્રોડકાસ્ટરના રોલમાં હતાં અને ક્રિકેટને વધુ કવર કરતાં હતાં તો તે ગેમને વધુ સારી રીતે સમજતાં હતા. તે દરમિયાન તેમને ગેમ અને ખેલાડીઓ વિશે જાણવાની વધુ તક મળી હતી.

શાસ્ત્રીએ કહ્યું કે, મને લાગે છે કે મારા માટે તે ઘણી મોટી મદદ હતી. ચુ કહું તો 40 વર્ષમાં મે કંઇ મિસ નથી કર્યુ. હું વર્ષ 1980માં મુંબઇ માટે રમતો હતો તે દરમિયાન મે એક પણ સેશન છોડ્યો ન હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Deposit Interest Certificate કેવી રીતે કરશો ડાઉનલોડ? શું છે રીત, જાણો સમગ્ર પ્રક્રિયા!

pratik shah

રબ ને બના દી જોડી: પતિ કરતા ‘થોડી’ વધુ ઊંચી છે પત્ની તો બની ગયો વર્લ્ડ રેકોર્ડ

Pritesh Mehta

અમદાવાદ/ GIDCમાં મુખ્યમંત્રીએ નવનર્મિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, વટવાના 700 જેટલા ઉદ્યોગોને મળશે લાભ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!