સમગ્ર દુનિયાની નજર કરોના વેક્સીન પર રહેલી છે ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ વખત કોરોના વેક્સીન ટ્રાયલ અને ટેસ્ટિંગ માટે આવી ગઈ છે. જેના માટે સોલા સિવિલમાં ખાસ રૂમ તૈયાર કરાયો છે. ટ્રાયલ વેકસીનનું નામ આત્મનિર્ભર વેકસીનઆપવામાં આવ્યું છે. ટ્રાયલ વેકસીનને રાખવા માટે 2 થી 8 ડીગ્રી સેલ્સીયસ તાપમાનમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ટ્રાયલ વેકસીન 2 દિવસની કમિટીની મિટિંગ પૂર્ણ થયા બાદ 1 હજાર જેટલાં વોલિયન્ટરને આપવામાં આવશે. આ વેક્સીનના ટ્રાયલ માટે 1 હજાર વોલન્ટિયરને અગાઉથી નિર્ધારિત કરી રખાયા છે. માત્ર સ્વસ્થ લોકો પર વેક્સિન ટ્રાયલ કરવામાં આવશે. દરેક વોલન્ટિયરને વેક્સિન આપ્યા બાદ તેઓને એક કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. જે બાદ નિયમિત તેમના સ્વાસ્થ્યનું મોનિટરિંગ કરવામાં આવશે.

આઈસીએમઆરની ગાઈડ લાઈન પ્રમાણે નિયત તાપમાનમાં વેક્સિન રખાશે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન રાખવા વિશેષ રૂમ ઊભો કરાયો છે. અગાઉ 3 હજાર જેટલા ટ્રાયલ કરવા માટે આયોજન કરાયું હતું. હવે વ્યવસ્થાને આધિન 1 હજાર સ્વયં સેવકો પર ટ્રાયલ કરાશે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ વધતાં સ્થગિત કરાયેલું કોરોના રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ હવે આ સપ્તાહના મધ્યભાગ બાદ ગમે ત્યારે શરૂ કરાશે. અગાઉ આ પરીક્ષણ ગયા મંગળવારથી શરૂ થવાનું હતું, પરંતુ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતાં હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થવા માંડ્યો હતો અને તેને લઇને આ પરીક્ષણ હાથ ધરાયું ન હતું, એમ રાજ્ય સરકારનાં સૂત્રો જણાવે છે. 1,000 લોકો પર આ રસીનું પરીક્ષણ કરાશે.

અમદાવાદમાં કોરોના એપ્રિલ-મે કરતાં પણ વધુ ભયનજક રીતે માથુ ઉંચકયુ
અમદાવાદમાં કોરોના એપ્રિલ-મે કરતાં પણ વધુ ભયનજક રીતે માથુ ઉંચકયુ છે. રોજેરોજ કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં મોટો વધારો થતો જાય છે. હોસ્પિટલોમાં બેડ ખાલી હોવાના દાવાઓ વચ્ચે દર્દીઓને ગાંધીનગર, કરમસદ, ખેડા મોકલવામાં આવી રહ્યાં છે. સાચી પરિસ્થિતિનું ચિત્ર પારદર્શક રીતે લોકો સમક્ષ મુકવામાં આવતું નથી. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારી યાદી મુજબ 319 લોકો કોરોનાગ્રસ્ત થયા છે.
READ ALSO
- અરિંદમ ભટ્ટાચાર્યએ મમતા સરકાર પર લગાવ્યા મોટા આરોપો, હાલમાં જ TMC છોડીને ભાજપમાં થયા છે સામેલ
- ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ ભલે કમલમ ફ્રૂટ કર્યું પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં નહીં ચાલે આ નામ
- ખેડૂતો-સરકાર વચ્ચેની 11મી બેઠક પણ નિષ્ફળ, કૃષિ મંત્રીએ કહ્યું- હવે આના કરતા વધુ સારું ના કરી શકીએ…
- શરીરે સંપૂર્ણ સ્વસ્થ ને ફેફસાં પણ બરાબર છતાં પોણા પાંચ મહીનાથી આ મહિલા છે કોરોના સંક્રમિત
- આકાશ તો ઠીક હવે ભોંયતળીયે પણ જીવ બચી જશે/ બોરવેલમાં પડેલા બાળકોનો નહીં જાય જીવ, ગુજરાતના આ યુવાને બનાવ્યો છે રોબોટ