GSTV

દિવાળી બાદ CNG રીક્ષા ચાલકો જઈ શકે છે રાજ્યવ્યાપી હડતાળ પર, RTO સાથે બેઠક બાદ રીક્ષા યુનિયને ઉચ્ચારી ચીમકી: જાણો શું છે કારણ?

Last Updated on October 28, 2021 by Pritesh Mehta

અમદાવાદમાં CNGના ભાવ વધવા છતાં રિક્ષાનું મિનિમન ભાડું નહીં વધતાં રિક્ષા ચાલક યુનિયન દિવાળી બાદ હડતાળ પર ઉતરશે. CNGનો ભાવ ઘટાડો કરવા અને રીક્ષાનું મિનિમન ભાડું વધારવા સહિતના મુદ્દે રીક્ષાચાલક યુનિયન આરટીઓને મળ્યું હતું. જે બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નહીં.

CNG

યુનિયન તરફથી હાલ પૂરતો ભાવ વધારો પાછો ખેંચી જૂના ભાડા વસૂલવા બાંહેધરી આપવામાં આવી છે. યુનિયને પોલીસ કમિશ્નર પાસે પણ ઘરણા કરવા પરમિશન માંગી છે. બેઠકના મુદ્દાઓ વાહન વ્યવહાર કચેરીના અધિકારી સુધી પહોંચાડવા RTO તરફથી હૈયાધારણા અપાઈ છે.

જણાવી દઈએ કે અમદાવાદમાં સીએનજીના ભાવમાં વધારો થતા રીક્ષા ચાલકોએ ભાડામાં પણ વધારો કર્યો હતો. જેમાં ઓટો રીક્ષા ચાલાક વેલ્ફેર એસોસિયેશને મિનિમમ ભાડું 15થી 20 રૂપિયા કરવા અને પ્રતિકિલોમીટર 10ને બદલે 15 રૂપિયા ભાડું લેવાની વાત કરી હતી. સાથે જ વેઇટિંગ ચાર્જ વધારીને 5 મિનિટનો 1 રૂપિયોની જગ્યાએ 5 રૂપિયા કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જોકે, આરટીઓના અધિકારીઓ સાથેની બેઠક બાદ હાલ તો ભાડા વધારા પર રોક લગાવી દેવામાં આવી છે.

મહત્વનું છે કે મોંઘવારી વચ્ચે CNG ગેસના ભાવમાં પણ વધારો થયો છે. CNG ગેસમાં છેલ્લા 10 દિવસમાં 5 રૂપિયા અને 19 પૈસા ભાવ વધ્યા છે. અમદાવાદમાં CNG ગેસનો ભાવ 61. 49 પૈસાએ પહોંચ્યો છે. જેના કારણે ધંધાદારી રીક્ષા ચાલકોનું બજેટ ખોરવાયું છે. ત્યારે તાજેતરમાં રીક્ષા ચાલક યુનિયને સ્વઘોષિત ભાવવધારો કર્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજીસહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર,સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUSTREAD:

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!