GSTV
India News Trending

મોંઘવારી / મતદાન પૂર્ણ થતા જ ઈંધણના ભાવમાં ભડકો, CNGની કિંમતમાં આટલા રૂપિયાનો થયો વધારો

CNG

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતાની સાથે જ મોંઘવારી વધવા લાગી છે. દિલ્હી-એનસીઆર સહિત ઘણા શહેરોમાં સીએનજીના ભાવ 50 પૈસાથી લઈ 1 રૂપિયા પ્રતિ કિલો સુધી વધી ગયા છે. નવી કિંમતો મંગળવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે.

CNG

આ શહેરોમાં વધ્યા CNGના ભાવ

દિલ્હી-એનસીઆર

  • રાજધાની દિલ્હીમાં CNGની કિંમત 57.01 રૂપિયા પ્રતિ કિલોથી 50 પૈસા વધીને 57.51 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
  • નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં 1 રૂપિયાનો વધારો થયો છે. આ ત્રણ જગ્યાએ 58.58 રૂપિયા પ્રતિ કિલોના બદલે 59.58 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

હરિયાણા

  • ગુરુગ્રામમાં આવતીકાલ એટલે મંગળવારથી 65.38 રૂપિયા પ્રતિ કિલોના બદલે સીએનજી 65.88 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. રેવાડીમાં પણ તેની કિંમત 50 પૈસા વધીને 67.98 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
  • કરનાલ અને કૈથલમાં પણ 50-50 પૈસાનો વધારો થયો છે. આવતીકાલથી બંને જગ્યાએ 65.68 રૂપિયા પ્રતિ કિલોના બદલે 66.18 રૂપિયા પ્રતિ કિલો થશે.

ઉત્તર પ્રદેશ

  • યુપીના બે શહેરો મુઝફ્ફરનગર અને કાનપુરમાં પણ સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મુઝફ્ફરનગરમાં હવે 63.28 રૂપિયા પ્રતિ કિલોના બદલે 64.28 રૂપિયા પ્રતિ કિલો CNG મળશે. કાનપુરમાં હવે 68.82 રૂપિયાના ભાવે CNG મળશે.3
CNG

રાજસ્થાન

  • અજમેરમાં પણ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 50 પૈસાનો વધારો થયો છે. મંગળવારે સવારથી અહીં સીએનજીની કિંમત 67.31 રૂપિયા પ્રતિ કિલોના બદલે 67.81 રૂપિયા થઈ જશે.

MUST READ:

Related posts

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ

GSTV Web Desk

નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું

Hardik Hingu
GSTV