રાજાનો દીકરો ઝડપથી મોટો થાય છે તે જણાવવા ”કુંવર દિવસે ન વધે તેટલો રાતે અને રાતે ન વધે તેટલો દિવસે વધે” એવું વર્ણન બાળવાર્તાઓમાં હોય છે. દેશમાં પેટ્રોલ, ડિઝલ અને સાથે સીએનજીના પણ ભાવવધારાની સ્થિતિ ખાવી જ છે. અને તે મુજબ પેટ્રોલ-ડિઝલના સતત ભાવ વધારાની પડખે CNGના ભાવ પણ સતત વધી રહ્યાં છે. રાજધાની દિલ્હીમાં CNGના ભાવમાં વધુ એક વખત ભડકો જોવા મળ્યો છે અને સતત બીજા દિવસે સીએનજીના ભાવમાં વધારો થયો છે. આજે સીએનજીના ભાવમાં પ્રતિકિલો ત્રણ રૂપિયાનો વધારો થયો છે અને ગત અઠવાડિયામાં સીએનજી પર કુલ નવ રૂપિયા 60 પૈસાનો વધારો થયો છે. જોકે આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ન થતા રાહત મળી છે. પરંતુ સીએનજીના ભાવ વધ્યાછે. ગઈકાલે પણ દિલ્હીમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો અઢી રૂપિયાનો વધારો થયો હતો. આ સાથે જ સીએનજીનો ઉપયોગ કરતા લાખો વાહન ચાલકોનું ખીસું આટલે અંશે વધુ ખાલી થશે. તથા ઓટો રીક્ષા- ટેક્સી ડ્રાઇવરો તથા એપવાળી ટેક્સીના સંચાલકોની કમાણીમાં પણ કાપ મૂકાશે.

ઉલ્લેખનીય છે કે એપ્રિલની શરૃઆતમાં જ અમે મુંબઇગરાને મોટી રાહત આપીએ છીએ એવી બડાઇ કરવા સાથે એમજીએલએ સીએનજીના ભાવ કિલોએ રૂ. ૬૬થી ઘટાડીને રૂ. ૬૦ કર્યા હતા. પરંતુ આ વધારા સાથે એમજીએલએ મુંબઇગરાને મોટી રાહત આપવા બાબતે કરેલી બડાઇનો હવે કોઇ અર્થ રહેતો નથી. આટલા ભાવવધારા જાણે કે પૂરતા ન હોય તેમરાંધણ ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ રૂ. પાંચનો છે વધારો કરાશે તો પીએનજી (પાઇપ્ડ નેચરલ ગેસ)ના યુનિટ દીઠ ભાવમાં રૂ. ૪૧નો વધારો આજથી કરાયો પાંચેક દિવસ પહેલાં જ સિલિન્ડરના ભાવમાં પણ રૂ. ૩.૫૦ ઘટાડાયા હતા. આ ભાવ વધારા નાગરિકો તથા સાર્વજનિક પરિવહન ક્ષેત્ર માટે અસહ્ય બોજ બની રહેશે એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારે નેચરલ ગેસ પરના ૧૩.૫ ટકાનો વેટ ઘટાડી ત્રણ ટકાનો કરતાં ગેસના ભાવમાં ઘટાડો જાહેર કરાયો હતો પણ ફરી ભાવ વધારો કરાતાં સરવાળે ગ્રાહકોને નસીબે કોઇ લાભ રહ્યો નથી.
ભારત સરકારે ઘર આંગણે પેદા કરાયેલા (ડોમેસ્ટિક) નેચરલ ગેસની વેચાણ કિંમતમાં ૧૧૦ ટકાનો વધારો કર્યો છે. તદુપરાંત, સીએનજી માટે ડોમેસ્ટિક ગેસના પુરવઠામાંની ઘટ પૂરી કરવા મિશ્રણ તરીકે વપરાતા રીગેસિફાઇટ એલએનજીની કિંમતો ઐતિહાસિક ઉંચાઇની સપાટીએ છીએ આ સ્થિતિમાં અમારે ભાવવધારો કરવો પડયો છે એમ એમજીએલના એક અધિકારીએ જણાવ્યું હતું. દરમિયાન, ઓટો મોબાઇલના તમામ પ્રકારના ઇંધણના ભાવ વધારા સાથે અમે રીક્ષા- ટેક્સીનાં ભાડામાં રૂ. બેથી પાંચના વધારાની માગણી સાથે અમે ફરી દેખાવો યોજીશું એમ ઓટો- ટેક્સી યુનિયનના એક સભ્યએ કહ્યું હતું.
Read Also
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો