GSTV

દયાહીન બની સરકાર/ CNGના ભાવમાં પણ ભડકો, 5.50 રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દીધો, રીક્ષાચાલકો વિરોધ કરવા રસ્તા પર ઉતરશે

Last Updated on October 17, 2021 by Pravin Makwana

વાહનો અને ઉદ્યોગોમાં વપરાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ-સીએનજીના ભાવમાં ઓક્ટોબરના પહેલા પંદર દિવસમાં રૂા. 5.50થી  6નો વધારો કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ ઘર ઘરના રસોડામાં વપરાતા પીએનજી-પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં પણ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે તેટલો જ વધારો કરી દેવામાં આવ્યો છે.

અદાણી ગેસના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવ રૂા. 45ની આસપાસના થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નેચરલ ગેસના ભાવ 7 ડૉલરની નજીક પહોંચી ગયા હોવાથી આ વધારો કરવાની ફરજ પડી છે. 

rickshaw-cng-pump

કેન્દ્ર સરકારનું પેટ્રીલીયમ પ્લાન્ડ અને એનાલિસિસ સેલ વર્ષમાં બે જ વાર એટલે કે માર્ચ અને સપ્ટેમ્બરના અંતમાં ભાવ વધારો કરે છે. 30 સપ્ટેમ્બરે તેણે સ્થાનિક નેચરલ ગેસના ભાવ એમએમબીટીયુ દીઠ 1.79 અમેરિકી ડૉલરથી વધારીને 2.90 અમેરિકી ડૉલર કરી આપ્યો છે.

જોકે તેમના પર આંતરરાષ્ટ્રીય પરિબળોની અસર ન પડી હોવાથી તેમને આપવામાં આવેલા ભાવ વધારાના વાજબી પણા સામે સવાલ ઊઠાવવામાં આવ્યા છે.  તેની સામે આ વખતે સીએનજી વેચનારાઓને દસ દિવસમાં ત્રણવાર વધારો કરી દીધો છે.

આ જ રીતે નેચરલ ગેસના એમએમબીટીયુ દીઠ ભાવ પહેલી ઓક્ટોબર 2021થી 31મી માર્ચ 2022ના ગાળા માટે 6.13 અમેરિકી ડૉલર કરી દીધા છે. આગામી માર્ચના અંત ભાવમાં સીએનજીના દરમાં વધારો કે ઘટાડો કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે તે તબક્કે જ ફેરફાર થાય તેવી શક્યતા રહેલી છે.  ગુજરાતમાં દોડતા 10 લાખથી વધુ વાહનો પર સીએનજીના ભાવ વધારાનો બોજ આવશે.

CNG

તેમાંય આ વધારાને કારણે રિક્ષાચાલકો  ગિન્નાયા છે. તેઓ તેમના મિનિમમ ભાડામાં વધારો કરી આપવાની માગણી સાથે આગામી સોમવારથી સક્રિય થાય તેવા એંધાણ મળી રહ્યા છે. આ વખતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને સાંકડી લઈને જનતાનો પણ સાથ લઈને તેમની લડાઈને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન થઈ રહ્યું છે.

સોમવારે રિક્ષા યુનિયનો એકત્રિત થઈને તેમનો વ્યૂહ તૈયાર કરવાનું આયોજન કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ ભાવ ઘટાડાની તેમની માગણી ન સ્વીકારવામાં આવે તો ત્રણ દિવસની ગુજરાત વ્યાપી હડતાલ પર ઉતરી જવાની પણ ચીમકી આપવાની મૂડમાં છે. તેઓ જાહેર મિટિંગ, ધરણાં અને ભૂખ હડતાલ કરવા સુધીનું આયોજન કરી રહ્યા છે.

READ ALSO

Related posts

યુનિયન બેન્ક છેતરપિંડી મામલો/ CBIની ટીમે રાજકોટ-ઉપલેટામાં પાડ્યા દરોડા, સર્ચમાં હાથ લાગ્યા મહત્વના દસ્તાવેજો

Pritesh Mehta

સુરતમાં યોજાયો વિક્રમી દીક્ષા મહોત્સવ / કુલ ૭૫ લોકોએ સાંસારિક જીવનનો કર્યો ત્યાગ, 14 લોકો કરોડોના આસામી

Pritesh Mehta

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!