GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

લોકડાઉનમાં આમ આદમીને વધુ એક ફટકો! આજથી મોંઘો થયો CNG, વધી ગયા આટલા ભાવ

સીએનજી

દિલ્હી અને આસપાસના શહેરોમાં સીએનજીના ભાવ એક રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. મંગળવારે સવારે 6 વાગ્યાથી આ નવા ભાવ લાગુ થઇ ગયા છે. સીએનજીનો રિટેલ વેપાર કરતી કંપનીએ આ ઘોષણા કરી છે. આ વધારો ગેસ સ્ટેશનોને કોરોના વાયરસની મહામારીને પગલે સુરક્ષિત બનાવવાના વધારાના ખર્ચને લઇને કરવામાં આવ્યો છે.

વાહનો માટે સીએનજી અને રસોડામાં પાઇપથી પ્રાકૃતિક ગેસ (પીએનજી) પૂરો પાડતી કંપની ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે સોમવારે ટ્વિટના માધ્યમથી જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)માં સીએનજીની કિંમત 42 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધારીને 43 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરી દેવામાં આવી છે. આ નવા દરો 2 જૂનથી લાગુ થઇ ગયા છે.

જો કે પીએનજીની કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. કંપનીએ છેલ્લે ત્રમ એપ્રિલે સીએનજી અને પીએનજીની કિંમતોમાં ફેરફાર કર્યો હતો. ત્યારે સીએનજીની કિંમતમાં 3.2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને પ્રાકૃતિક ગેસના દરમાં 1.55 રૂપિયા પ્રતિ યુનિટનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

કંપનીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું કે નોએડા, ગ્રેટર નોએડા અને ગાઝિયાબાદમાં સીએનજી રિટેલ કિંમતને 47.75 રૂપિયા પ્રતિ કિલોથી વધારીને 48.75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી રહ્યો છે. હરિયાણાના કરનાલ જિલ્લામાં સીએનજીના ભાવ 50.85 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને રેવાડીમાં 55.1 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!