GSTV
Business Trending

વધુ એક ફટકો / મોંઘવારીથી જનતા ત્રાહિમામ, આગામી મહિને વધી શકે છે CNG-PNGના ભાવ

કોરોના વાઇરસ મહામારી સંકટની સાથે જ મોંઘવારીની માર ઝીલવી રહેલા લોકોને સમસ્યા ઓછી થતી નથી દેખાઇ રહી. જનતા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ સિલિન્ડરના ભાવથી પહેલાથી જ ત્રાહિમામ છે. હવે આગામી મહિનાથી દેશમાં દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવ પણ વધી શકે છે. તેમા 10થી 11 ટકાનો વધારો થઇ શકે છે. ICICI સિક્યોરિટીઝના એક અહેવાલ મુજબ સરકાર ગેસના ભાવમાં અંદાજે 76 ટકાનો વધારો કરી શકે છે. તેની સીધી અસર CNG અને PNGના ભાવ પર પડશે.

તાજેતરમાં જ વધ્યા હતા CNG અને PNGના ભાવ

તાજેતરમાં જ દેશના દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદના લોકો CNG અને PNGના વધેલા ભાવે ફટકો આપ્યો હતો. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે CNGના ભાવમાં વધારો કર્યો હતો. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં CNGની કિંમત 45.20 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે, જ્યારે પીએનજીની કિંમત 30.91 રૂપિયા પ્રતિ એસસીએમ છે. નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં સીએનજીની કિંમત 50.90 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને પીએનજીની કિંમત 30.86 રૂપિયા પ્રતિ એસસીએમ છે.

સરકાર જાહેર ક્ષેત્રની કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત કુદરતી ગેસના ભાવની દર છ મહિને સમીક્ષા કરે છે. આગામી સમીક્ષા 1 ઓક્ટોબરે થવાની છે. ICICI સિક્યોરિટીઝે કહ્યું કે 1 ઓક્ટોબર, 2021થી 31 માર્ચ, 2022 સુધી વહીવટી દર એટલે APM વધીને 3.15 પ્રતિ ડોલર યુનિટ (MMTTU) થશે. હાલમાં તે પ્રતિ યુનિટ 1.79 ડોલર છે.

APM ગેસના ભાવમાં વધારોથી દિલ્હી અને તેની આસપાસની વિતરણ કંપની ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) અને મુંબઈમાં CNG સપ્લાય કરતી MGLને આગામી એક વર્ષ દરમિયાન કિંમતોમાં ભારે વધારો કરવો પડશે. રિપોર્ટ અનુસાર સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓએ 10 થી 11 ટકા ભાવ વધારવા પડશે.

એપ્રિલ 2022માં જ થઈ શકે છે 22થી 23 ટકાનો વધારો

આંતરરાષ્ટ્રીય બજારોથી પ્રભાવિત એપીએમ ગેસની કિંમત એપ્રિલ 2022થી સપ્ટેમ્બર 2022 સુધી વધીને 5.93 ડોલર પ્રતિ યુનિટ થશે. જ્યારે ઓક્ટોબર 2022થી માર્ચ 2023 સુધી તે પ્રતિ યુનિટ 7.65 ડોલર હશે. એટલે કે CNG અને PNGની કિંમતમાં 22થી 23 ટકાનો વધારો એપ્રિલ 2022માં શક્ય છે. જ્યારે ઓક્ટોબર 2022માં તેની કિંમત 11થી 12 ટકા વધી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

Read Also

Related posts

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

Hardik Hingu
GSTV