GSTV

CNG, PNG ગેસ અને વીજળીના ભાવમાં અોકટોબરથી થઈ શકે છે વધારો

Last Updated on August 31, 2018 by Karan

સરકાર ઘરેલુ નેચરલ ગેસના ભાવમાં ઓક્ટોબરથી ૧૪ ટકાનો વધારો કરી શકે છે જેના લીધે સીએનજીના ભાવ વધી શકે છે અને વીજળી અને યુરિયા ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થઇ શકે છે. મોટા ભાગના નેચરલ ગેસના ઘરેલુ ઉત્પાદકોને ચૂકવવામાં આવતી કિંમતમાં મિલીયન બ્રિટીશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) દીઠ પહેલી ઓક્ટોબરથી ૩.૫ ડોલર સુધીનો વધારો કરાય તેવી શક્યતા છે, જે હાલમાં ૩.૦૬ ડોલર છે એમ આ ઘટનાથી જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

અણેરિકા, રશીયા અને કેનેડામાં ગેસ સરપ્લસમાં સરેરાશ દરને આધારે નેચરલ ગેસના ભાવ દર છ મહિને નિર્ધારિત કરવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાવ વધારાના ૨૮ સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ભારત ઘરેલું દરથી બમણા ભાવે અર્ધાથી ઉપરના ગેસની આયાત કરે છે.

નેચરલ ગેસનો ભાવ એમએમબીટીયુદીઠ ૩.૫૦નો ભાવ પહેલી ઓક્ટોબરથી શરૂ થતા છ મહિના સુધી નિર્ધારિત કરવામાં આવશે અને ઓક્ટોબર ૨૦૧૫થી માર્ચ ૨૦૧૬થી અત્યાર સુધીમાં સૌથી વધુ હશે જ્યારે ઘરેલુ ઉત્પાદકોને એમએમબીટીયુદીઠ ૩.૮૨ ડોલરનો ભાવ ચૂકવવામાં આવતો હતો.

કિંમતમાં કરાયેલો વધારો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પ (ઓએનજીસી) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઉત્પાદકોની કમાણીમાં વધારો કરશે પરંતુ તેનાથી સીએનજીના ભાવમાં પણ વધારો થશે, જે નેચરલ ગેસનો કાચા માલ તરીકે ઉપયોગ કરે છે. તેનાથી યુરિયા અને વીજળીના ખર્ચમાં વધારો થશે.

ગેસના ભાવ એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાનમાં એમએમબીટીયુદીઠ ૩.૦૬ ડોલર હતા, જે અગાઉના છ મહિનામાં ૨.૮૯ ડોલરના સ્તરે હતા. તે ત્રણ વર્ષમાં ફક્ત બીજો વધારો હતો. સરકાર પણ ડીપસિ જેવા મુશ્કેલ વિસ્તારમાં મળી આવતા અવિકસિત ગેસ  માટે વૈકલ્પિક ઇંધણ પર નિયંત્રિત ભાવમાં વધારો કરે તેવી શક્યતા છે, જેને પ્રવર્તમાન પ્રાઇસિંગ ફોર્મ્યુલા અનુસાર વિકાસ કરવો આથક રીતે પોસાય તેમ નથી એમ સૂત્રોએ જણાવ્યું હતું.

નેચરલ ગેસના ભાવમાં વધારો એટલે ઘરગથ્થુ વપરાશ માટે પૂરા પાડવામાં આવતા (પીએનજી) કોમ્પ્રેસ્ડ નેટરલ ગેસ (સીએનજી) અને નેચરલ ગેસ માટેના કાચા માલના ભાવમાં પણ વધારો થશે.

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!