GSTV

કામના સમાચાર/ CNG ગેસના ભાવમાં આજથી થશે ઘટાડો, રાજ્યના અંદાજે 22 લાખથી વધુ ગ્રાહકોને ફાયદો

ઓક્ટોબરની શરૂઆતમાં સામાન્ય માણસને રાહત મળી છે. CNG ગેસના ભાવમાં આજથી ઘટાડો થશે નોંધપાત્ર છે કે CNG ગેસ સિલિન્ડર ના ભાવને લઇને આમ આદમીને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે CNG ગેસના ભાવમાં 7થી 8%નો ઘટાડો થશે. કેન્દ્ર સરકારે CNG ગેસમાં 24%નો ઘટાડો જાહેર કરતા ગેસ રસ્તો થયો છે. નોંધપાત્ર છે કે રાજ્યમાં અંદાજીત 22 લાખથી વધુ ગ્રાહકો CNG ગેસનો વપરાશ કરે છે. માટે આ તમામ ગ્રાહકોને ફાયદો થશે, CNGના કિલોદીઢ ભાવમાં રૂ.4 જેટલો ઘટાડો થશે

CNG ગેસના ભાવમાં આજથી ઘટાડો થશે

  • CNG ગેસના ભાવમાં આજથી ઘટાડો થશે
  • આજથી CNG ગેસના ભાવમાં 7 થી 8%નો ઘટાડો
  • કેન્દ્રએ 24%નો ઘટાડો જાહેર કરતા ગેસ રસ્તો થયો
  • ગુજરાતમાં અંદાજે 22 લાખથી વધુ ગ્રાહકોને ફાયદો
  • CNGના કિલોદીઢ ભાવમાં રૂ.4 જેટલો ઘટાડો થશે

CNGના કિલોદીઢ ભાવમાં રૂ.4 જેટલો ઘટાડો થશે

પીએનજીના ભાવમાં 25 ટકાનો ઘટાડો કરી દેવાની જાહેરાત કરી

વાહનોમાં વપરાતા સીએનજી અને રસોડામાં વપરાતા પીએનજીના ભાવમાં 25 ટકાનો ઘટાડો કરી દેવાની જાહેરાત કરી..જેથી વાહનોમાં પુરવામાં આવતા સીએનજીના ભાવમાં સાતથી આઠ ટકાનો ઘટાડો થવાની સંભાવના છે..જ્યારે રસોડામાં વપરાતા પીએનજીમાં પણ સાતથી આઠ ટકાનો ઘટોડો થવાની શક્યતા છે.જેનો અંદાજે 22 લાખથી વધુ ગ્રાહકોને ફાયદો થશે..અત્યારે કિલો દીઠ સીએનજીના 53 રૂપિયાથી વધુ લેવામા  આવે છે..ત્યારે કીલદીઠ ભાવમાં ચાર રૂપિયાનો ઘટાડો આવશે.

કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ પ્લાન્ડિંગ એન્ડ એનાલિસિસ સેલે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં વાહનોમાં વપરાતા સીએનજી ્ને રસોડામાં વપરાતી પીએનજીના ભાવમાં 25 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. પરિણામે વાહનોમાં વપરાતા સીએનજીમાં સાતથી આઠ ટકાનો ઘટાડો ત્યારે રસોડોમાં વપરાશ થતા પીએનજીમાં પણ સાતથી આઠ ટકાનો ઘટાડો જોવામાં આવી રહ્યો છે. ત્યારે આ સંજોગોમાં સીએનજીના ભાવ કીલોદીઠ રૂપિયા 50ની નીચે ઉતરી જવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે હાલમાં કીલો દીઠ સીએનજીમાં 53.10 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.

સીએનજીના ભાવ કીલોદીઠ રૂપિયા 50ની નીચે ઉતરી જવાની સંભાવના

ત્યારે ગુજરાતમાં સીએનજી અને પીએનજી વેપાર સાથે સંકળાયેલી ગુજરાત ગેસ. અદાણી ગેસ, સાબરમતી ગેસ, ટોરેન્ટ ગેસ, ગેઈલ ગેસ જેવી કંપનીઓને તેમના સપ્લાયા ભાવમાં આઠ ટકા જેટલો ઘટાડો કરવો પડશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે એમએમબીટીયુ દીઠ ગેસના ભાવમાં 2.3 ડોલરથી ઘટાડીને 1.79 ડોલર કરી દીધા છે. આમ કેન્દ્ર સરકારે તેના ભાવમાં ઘટાડો કરી દીધો છે. તેના આધારે ગેસ સપ્લાય કરતી કંપનીઓએ તેના ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડશે.

ગુજરાત ગેસ. અદાણી ગેસ, સાબરમતી ગેસ, ટોરેન્ટ ગેસ, ગેઈલ ગેસ જેવી કંપનીઓને તેમના સપ્લાયા ભાવમાં આઠ ટકા જેટલો ઘટાડો કરવો પડશે

ગુજરાતમાં અંદાજે 10 લાખથી વધુ વાહનોમાં સીએનજીનો વપરાશ થાય છે. તેના ભાવાં પણ કિલો 4ની આસપાસનો ઘટાડો આવી શકેછે. એડમિનિસ્ટર્ડ પ્રાઈઝ ઈકોનોમી અંતર્ગત તેના ભાવ નક્કી કરવામાં આવે છે. પેટ્રોલ અને ડિઝલની જેમ જ ગેસ પર પણ વેટ અને એકેસાઈઝ લાગે છે. તેના 15 ટકાના દરે વેટ અને 14.5 ટકાના દરે એક્સાઝાઈઝ વસૂલવામાં આવે છે. આ ભાવ ઘટાડાને પરિણામે ગુજરાતની જીેસટી પર પણ અસર પડશે.

READ ALSO

Related posts

અર્જુન મોઢવાડિયાએ સીઆર પાટીલ પર લગાવ્યો મોટો આક્ષેપ, ગુજરાતમાં ભાઈનું નહી ભાઉ કહે તેમ ચાલે છે

Nilesh Jethva

અમદાવાદના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરના આ ટ્રસ્ટીએ વિવાદોને લઇને આપ્યું રાજીનામું

Nilesh Jethva

વડોદરાવાસીઓ રવિવારે અંદાજિત એક કરોડ કરતાં વધુ રૂપિયાના ફાફડા જલેબીની જ્યાફત માણશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!