દિલ્હીમાં સીએનજીની કિંમતમાં શનિવારે પ્રતિ કિલોગ્રામ 63 પૈસા અને પીએનજીની કિંમતમાં 1.11 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધારો કર્યો છે. આ ભાવવધારો મધરાતથી લાગુ થઈ ચુક્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે ગેસની કિંમતમાં થયેલો વધારો ડોલરની સામે રૂપિયાના ધોવાણ બાદ કરવામાં આવ્યો છે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યુ છે કે હવે દિલ્હીમાં સીએનજીની નવી કિંમત 42.60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે. જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજીની કિંમત 49.30 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે. રેવાડી ખાતે 51.62 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને સીએનજી 52.25 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચ્યો છે.
જ્યારે પીએનજીની કિંમત 1.11 રૂપિયા વધવાને કારણે દિલ્હામં તેની કિંમત 28.25 રૂપિયા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટરે પહોંચી છે. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પીએનજીની કિંમત 30.10 રૂપિયા પ્રતિ એસક્યૂએમ થઈ છે.