GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

રસોઈ બનાવવી અને કાર ચલાવવુ ટૂંક સમયમાં થશે સસ્તુ, મોદી સરકાર કરી રહી છે આ મોટી તૈયારી

દેશમાં હવે પ્રાકૃતિક ગેસની કિંમત નક્કી કરવા અને માર્કેટિંગની ખુલી છુટ આપવાની તૈયારી ચાલી રહી છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની માનીએ તો, જલ્દી જ MSME ઉદ્યોગ પ્રકૃતિક ગેસથી ચાલશે. એ જ નહી ઘર અને વાહનમાં વપરાશ થતા પ્રાકૃતિક ગેસના ભાવ પણ ઓછા થશે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય પ્રાકૃતિક ગેસથી ન માત્રા સરળતાથી ઉપલબ્ધ કરાવવા, પણ સામાન્ય લોકો માટે કિફાયતી બનાવવા પર પણ કામ કરી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે, પાઈપ થકી ઘર સુધી પહોંચનારી PNG ગેસના ભાવ દર 6 મહિને નક્કી થાય છે. હવે ઓક્ટોબરમાં તેને નક્કી કરવામાં આવશે. તેની જ અસર CNG ની કિંમત પર થાય છે.

પરિવહનના ખર્ચને ઓછો કરવા જઈ રહી છે

સરકારના આ પગલાથી ઓટો ફ્યૂલના રૂપમાં વપરાશ થતી CNG અને ઘરમાં જમવાનુ બનાવવામાં વપરાશ થતી PNG ની કિંમતો ઘટી શકે છે. જેથી સામાન્ય માણસને મોટી રાહત મળશે. પ્રધાનના જણાવ્યા પ્રમાણે જલ્દી જ સરકાર પ્રાકૃતિક ગેસના પરિવહનના ખર્ચને ઓછો કરવા જઈ રહી છે. તે માટે મંત્રાલય તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રધાને કહ્યુ કે, પેટ્રોલિયમ મંત્રાલય પ્રાકૃતિક ગેસના પરિવહન ખર્ચને પણ કિફાયતી બનાવવા પર કામ કરી રહ્યા છે. એટલુ જ નહી પ્રાકૃતિક ગેસને GST ના દાયરામાં લાવવામાં આવશે. સરકાર દેશના અલગ-અલગ ભાગમાં LNG ટર્મિનલ સ્થાપિત કરવા જઈ રહી છે, જેથી દેશના દરેક ભાગમાં પ્રાકૃતિક ગેસ મળવી સરળા થઈ જશે.

પાઈપલાઈન ઈંફ્રાસ્ટ્રક્ચરને મજબૂત

આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA)ની સાથે સહયોગ પર તેમને કહ્યુ કે, ભારત અને આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી તેલ સુરક્ષા, ઉર્જા દક્ષતા, સાંખ્યિકી અને તકનીતી સહયોગ સહીત ઘણા ક્ષેત્રોમાં સહયોગ કરી રહ્યા છે. પ્રધાનના જણાવ્યા પ્રમાણે Covid-19 થી ઉત્પન્ન થયેલા પડકારોની વચ્ચે પણ મોદી સરકાર પાઈપલાઈન ઈંફ્રાસ્ટ્રક્ચરને મજબૂત આપવાની દિશામાં નિરંતર પ્રયાસ કરી રહી છે. આજે દેશના એનર્જી ઈકોસિસ્ટમમાં પ્રાકૃતિક ગેસની ભાગીદારી 6.3 ટકા છે. અમે તેને વધારીને 2030 સુધી 15 ટકા કરવાનો લક્ષ્ય રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘણા ઉદ્યોગોમાં ખર્ચનો એક મોટો ભાગ ઉર્જા ખર્ચના રૂપમાં સામે આવે છે. સરકારની કોશિશ આ ખર્ચને ઘટાડવાની છે. પ્રાકૃતિક ગેસથી આ લાગતમાં કપાત થશે.

READ ALSO

Related posts

અહીં રાજાની સામે કપડા પહેર્યા વગર નાચે છે યુવતીઓ, બાદમાં રાજા પસંદ કરે છે મનપસંદ રાણી

Pravin Makwana

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

Mansi Patel

ધોરણ 12 બોર્ડની સાયન્સ, સામાન્ય પ્રવાહ તથા ધોરણ 10ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!