તાજેતરમાં જ પ્રસિધ્ધ થયેલા ગ્રીનપીસ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર દિલ્હી સહિત દેશના અનેક મોટા શહેરોમાં ગત વર્ષની તુલનામાં નાઇટ્રોજન ઓક્સાઇડના પ્રમાણમાં વધારો થયો છે. એપ્રિલ, 2020ની તુલનામાં એપ્રિલ, 2021 માં દિલ્હીમાં નાઇટ્રોજન ઓક્સાઇડનું પ્રમાણ 125 ટકા સુધી વધુ રહ્યું. દેશના ગ્રામવિસ્તારોમાં તો નાઇટ્રોજન ઓક્સાઇડ મોજૂદ હોય જ છે, પરંતુ મોટા શહેરોની હવામાં નાઇટ્રોજન ઓક્સાઇડમાં વૃધ્ધિનું મૂળ કારણ ગ્રીન ફ્યુઅલ ગણાતા CNG વાહનનું ઉત્સર્જન છે.

નાઇટ્રોજન ઓક્સાઇડ માનવજીવન અને પર્યાવરણ માટે કાર્બન ડાયોક્સાઇડ જેટલું જ નુકસાનકારક છે. યુરોપમાં થયેલી એક શોધ મુજબ, CNG વાહનમાંથી નીકળતા નૈનો મીટર આકારના અત્યંત બારીક કણ કેન્સર, અલ્જાઇમર અને ફેફસાની બીમારીઓને નોતરે છે.

પર્યાવરણ-મિત્ર ગણાતા આ ઇંધણ CNGથી બેહદ સૂક્ષ્મ પરંતુ ઘાતક કણ 2.5 એનએમનું ઉત્સર્જન, પેટ્રોલ-ડીઝલ વાહનોની તુલનામાં 100થી 500 ગણું વધારે છે – ખાસ કરીને શહેરી વાહનવ્યવહારમાં, જ્યાં વાહનો બહુ જ ધીરે-ધીરે ચાલે છે.
ભારત જેવા ગરમ દેશમાં CNG વાહન, એટલા જ મોત વહેંચી રહ્યા છે, જેટલા અગાઉ ડીઝલની કાર અને બસ નુકસાન કરી રહી હતી. CNG વાહનમાંથી અન્ય ઇંધણોની તુલનામાં પાંચ ગણો વધુ કાર્બન મોનોકસાઇડ નીકળે છે, જે વાતાવરણમાંના ઓઝોનના પડ માટે વધુ ઘાતક છે.
Read Also
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો