GSTV
Gujarat Government Advertisement

વાવાઝોડાને લઈને બે દિવસ સમગ્ર રાજ્યમાં રસીકરણ કાર્યક્રમ બંધ, સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય

Last Updated on May 16, 2021 by pratik shah

ગુજરાત પર તોળાઇ રહેલા તાઉ તે વાવાઝોડાને લઇને મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી… સીએમ રૂપાણીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક કરી હતી . બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન તેમજ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

  • સંભવિત નુકસાન માર્ગદર્શિકા
  • વાવાઝોડું 18મેની સવારે મહુવા-પોરબંદર વચ્ચે પસાર થવાની સંભાવના
  • કચ્છ અને દ્વારકા પર ઓછી અસર થશે જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લા અને અમદાવાદ, આણંદ, ભરૂચ અને ખેડાને પ્રાથમિકતા આપવા સૂચના
  • માછીમારી પર સંપૂર્ણ રોક અને દરિયાકિનારે પાછા ફરવાની સલાહ

વાવાઝોડાને કારણે એક પણ વ્યક્તિનું મોત ન થાય તેવો સરકારનો નિર્ધાર

બેઠક બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું કે બેઠકમાં વાવાઝોડાને કારણે થનારા સંભવિત નુકસાનને કેવી રીતે ઘટાડી શકાય તેના પર ચર્ચા હાથ ધરવામાં આવી. વાવાઝોડાને કારણે એક પણ વ્યક્તિનું મોત ન થાય તેવો સરકારનો નિર્ધાર છે.

દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો પૈકી 10 હજાર લોકોનું સ્થળાંતર

મુખ્યપ્રધાને જણાવ્યું કે અત્યાર સુધીમાં દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો પૈકી 10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે કે રાત્રિ સુધીમાં કુલ દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. મુખ્યપ્રધાને કહ્યું કે રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની 44 ટીમ તૈયાર છે. બીજી તરફ તમામ જિલ્લાઓના વહીવટી તંત્રને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશો કરવામાં આવ્યા છે. વાવાઝોડાની સ્થિતિને કારણે આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં રસીકરણ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!