ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે તાજેતરમાં 80 : 20ની એક ચૂંટણી ફોર્મુલા રજૂ કરી હતી. ત્યારે તાજેતરમાં જ ભાજપ છોડીને સપામાં સામેલ થનારા સ્વામી પ્રસાદ મૌર્યએ આ ફોર્મુલા સામે નવી જ ફોર્મુલા રજૂ કરી છે. માનવામાં આવે છે કે ભાજપાના સાંપ્રદાયિક ધ્રુવીકરણ સામે સ્વામી પ્રસાદ મૌર્યએ જાતિગત ધ્રુવીકરણના પાસા ફેંક્યા છે.

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના 80 બનામ 20 ની ફોર્મુલા પછી હવે સ્વામી પ્રસાદ મૌર્યએ નવી રણનીતિ રજૂ કરી છે. તેમણે સીએમ યોગીના ફોર્મુલાના જવાબમાં હવે 85 બનામ 15ની નવો ફોર્મુલા આપી છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન બન્ને નેતાઓની કહેલી વાત યૂપીની રાજનીતિની હકીકત બતાવે છે.
યોગી આદિત્યનાથના 80 વિરૂદ્ધ 20ની ફોર્મુલાને સાંપ્રદાયિક ગણિતથી જોડીને જોવામાં આવ્યું હતું. તો હવે સ્વામી પ્રસાદ મૌર્યના 85 વિરૂદ્ધ 15ની ફોર્મુલાને જાતિય ગણિત સાથે જોડવામાં આવી રહી છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં યોગી આદિત્યનાથે 80:20ની ફોર્મુલા આપી હતી. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે યૂપી ચૂંટણી 80 બનામ 20ની રહેશે. આ નિવેદનને હિન્દુ-મુસ્લિમ વોટ બેંક સાથે જોડવામાં આવ્યું.
જાણકારોનું માનવામાં આવે તો યોગી આદિત્યનાથે યૂપી ચૂંટણીમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણની વાત એ આંકડા દ્વારા જાહેર કરી હતી. બધા જાણે છે કે યૂપીમાં મુસ્લિમ વસ્તી 20 ટકાની આસપાસ માનવામાં આવે છે. યોગી આદિત્યાથ આ તરફ ઇશારો કરી રહ્યા હતા. તેમનો કહેવાનો મતલબ એ હતો કે આ ચૂંટણીમાં 80 ટકા હિન્દુ ભાજપા સાથે છે જ્યારે 20 ટકા મુસ્લિમ ભાજપાની વિરુદ્ધમાં છે.

સમાજવાદી પાર્ટી જોઈન કર્યા પછી સ્વામી પ્રસાદ મૌર્ય પણ મેદાનમાં આવ્યા છે. કાર્યકરોને સંબોધતા મૌર્યએ કહ્યું હતુ કે આ લડાઇ 80 બનામ 20ની નથી પણ 85 બનામ 15ની છે. સ્વામી પ્રસાદ મૌર્યએ ભાજપાની સાંપ્રદાયિક ફોર્મુલાની તોડ માટે જાતિગત ફોર્મુલાનું હથિયાર ચલાવ્યું છે. આ દ્વારા તેમણે બતાવવાનો પ્રયત્ન કર્યો કે ભાજપાનો અસલ વોટ બેંક ફક્ત સર્વણોનો છે. ઉત્તર પ્રદેશમાં સવર્ણોની વસ્તી લગભગ 15 ટકા માનવામાં આવી છે. જ્યારે પ્રદેશમાં દલિતો, પછાત અને મુસ્લિમોની વસ્તી સવર્ણોના 15 ટકાના મુકાબલે 85 ટકા છે. જેથી 85 બનામ 15ની ફોર્મુલા આપી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં