આખાદેશની જનતા જેની કાગડોળે વાત જોઈ રહી હતી તે રામમંદિર બહુ જલ્દી જ જાણતા માટે ખુલ્લું મુકવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન માટે યુપીના લોકોને આમંત્રણ આપ્યું છે. રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન જાન્યુઆરી 2024માં થશે. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સીએમ યોગી આદિત્યનાથે રાજ્યના લોકોને રામ મંદિરના ભવ્ય અને ઐતિહાસિક ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રામ મંદિર સંબંધિત તમામ પ્રોજેક્ટ્સ પર નજર રાખવામાં આવી રહી છે જેથી તેને ઝડપથી પૂર્ણ કરી શકાય.
યુપી સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રામજાનકી પથ અને ભક્તિ પથના વિકાસ માટે યોજનાઓ બનાવવામાં આવી છે. ઉદ્ઘાટનમાં વધતા ભક્તોના ઘસારાનેપહોંચી વળવા માટે એરપોર્ટ અને રેલવે સ્ટેશન બંનેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. જેથી ભક્તોને આવાગમનમાં કોઈ પ્રકારની તકલીફ ના પડે.
યુપી સરકાર તૈયારીમાં લાગી, CM વારંવાર કરી રહ્યા છે નિરીક્ષણ
ઉત્તર પ્રદેશ સરકાર રામ મંદિરના ભવ્ય ઉદઘાટન માટે કમર કસી રહી છે અને અયોધ્યાના એરપોર્ટ, રેલ્વે સ્ટેશનના વિસ્તરણ સહિતના માળખાકીય પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. રામ મંદિરને લઈને યુપીના સીએમ ખુબ સક્રિય છે, દર થોડા દિવસે સીએમ યોગી પોતે રામ મંદિરના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવા જાય છે.
મંદિરનું ઉદ્ઘાટન જાન્યુઆરી 2024માં થઈ શકે છે
થોડા દિવસો પહેલા રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે અયોધ્યામાં બની રહેલા રામજન્મભૂમિ મંદિરમાં ભગવાન રામલલાના અભિષેક અને ઉદ્ઘાટન માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ આશા છે કે આ વર્ષે તે થશે. 31 ડિસેમ્બરે અથવા આવતા વર્ષે 15 જાન્યુઆરીથી આવતા વર્ષની શરૂઆતમાં કોઈપણ શુભ દિવસે કરી શકાય છે.
રામલલાનું સ્થાપન ક્યારે થશે
ચંપત રાયે કહ્યું કે હાલમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ઉદ્ઘાટનની તારીખોની ચર્ચા માત્ર મીડિયામાં થાય છે અને ન્યાસમાં તેના વિશે કોઈ વાત કરવામાં આવી નથી. તેમણે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણની પ્રગતિને પ્રોત્સાહક ગણાવી હતી અને કહ્યું હતું કે મંદિરના ભોંયતળિયેનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. રાયને આશા હતી કે આ પછી, 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચેના કોઈ ‘શુભ દિવસે’ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં કરવામાં આવશે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં