પુલવામામાં શહીદ પંકજ ત્રિપાઠીના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા CM યોગી

ઉત્તર પ્રદેશા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મહારાજગંજ જિલ્લાના હરપુર ગામે જઇને પુલવામા આતંકી હુમલામાં શહીદ સૈનિક પંકજ ત્રિપાઠીના પરિવારને સાંત્વના પાઠવી. શહીદ સૈનિકને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ તેઓ પરિવારને મળ્યા. અને કહ્યું કે દેશ વીર સૈનિકો અને તેમના પરિવારજનોની સાથે ઉભો છે. આ ઘટનાના જવાબદાર આતંકવાદીઓને સરકાર શોધી કાઢશે અને આકરી સજા આપશે. યોગી આદિત્યનાથે શહીદના પિતા અને અન્ય પરિવારજનો સાથે મુલાકાત કરીને કહ્યું કે દેશને પંકજ ત્રિપાઠીની વીરતા પર ગર્વ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter