GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

યોગી સરકારે રાજ્યમાં 20 હજાર કેસ પરત ખેંચવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું

ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યમાં 20 હજાર કેસ પરત ખેંચવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. યોગી સરકાર પર શિવસેનાએ નિશાન તાક્યું છે. શિવસેનાએ સામાનામાં જણાવ્યુ કે. યુપીમાં યોગી સરકાર એક પછી એક તાબડતોડ નિર્ણય લઈ રહી છે.

ભાજપના 312 ધારાસભ્યોમાંથી 118 ધારાસભ્યો એવા છે જેમના પર કોઈને કોઈ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકાર અપરાધીઓની રક્ષા કરવાનુ કામ કરી રહી છે. મહત્વનું છે કે, યોગી સરકાર નેતાઓ અને પ્રતિનિધો પર કરવામાં આવેલા કેસ પરત ખેંચવાની તૈયારી કરી રહી છે. આ મામલે યુપીના રાજ્યપાલ રામ નાઈકે મહત્વનો આદેશ જાહેર કર્યો છે. જે અંગે ટુંક સમયમાં હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવશે.

સરકાર આંદોલન અને ધરણા પ્રદર્શન દરમ્યાન નેતા અને પ્રતિનિધીઓ પર કરવામાં આવેલા તમામ કેસને પરત ખેંચ્યા છે. યોગી સરકારે એવા 20 હજાર લોકોની યાદી તૈયાર કરી છે. જેમના પર આંદોલન દરમ્યાન પોલીસ કેસ કરવામાં આવ્યાં છે. આ તમામ લોકોને નવા વર્ષમાં મોટી રાહત મળવાની છે. યોગી આદિત્યનાથે વિધાનસભા સત્ર દરમ્યાન યુપીકોકા બિલ રજૂ કરતી વખતે કેસ પરત ખેંચવા અંગે સંકેત આપ્યાં હતા.

સરકારનું માનવુ છે કે કેસ પરત ખેંચવાથી રાજનીતિમાં સ્વચ્છતા આવશે અને માત્ર રાજનીતિ કરવામાં આવશે. જો કે વિપક્ષનું કહેવુ  છે કે કેસ પરત ખેંચવાની આડમાં યોગી સરકાર ભાજપના કાર્યકર્તા અને નેતાઓને મોટો ફાયદો થવાનો છે.

Related posts

વાઘાણીએ કરી દીધો ખુલાસો ભાજપ કેટલી બેઠકો જીતશે : અમે નથી ખરીદતા, રાજીનામા પડ્યા

Nilesh Jethva

કોરોના નવેમ્બરમાં જ આવી ગયો હતો ભારતમાં, મોદી સરકારે સીરિયસ ન લીધો

Mansi Patel

Video: ઇમ્પ્રેસ થઇને આ એક્ટરના ઘૂંટણિયે પડી ગઇ દીપિકા, જોવા જેવું છે રણવીરનું રિએક્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!