GSTV
Home » News » ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધતા સીએમ યોગી આદિત્યનાથે લીધો આ મોટો નિર્ણય

ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધતા સીએમ યોગી આદિત્યનાથે લીધો આ મોટો નિર્ણય

ઉન્નાવ જિલ્લામાં ગેંગરેપ બાદ પીડિતાને જીવિત સળગાવી દેવાની ઘટના બાદ ઉત્તર પ્રદેશના જુદા જુદા હિસ્સામાં બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. જે બાદ રાજ્યના સીએમ યોગી આદિત્યનાથની કેબિનેટએ સોમવારે 218 ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાને મંજૂરી આપી દીધી. 218 ફાસ્ટ ટ્રેક કોર્ટમાંથી 144 કોર્ટમાં માત્ર બળાત્કારના કેસોની જ સુનાવણી હાથ ધરાશે. જ્યારે કે બાકીની 74 કોર્ટમાં પોક્સોના કેસની સુનાવણી થશે. જેથી બળાત્કારના પેન્ડિંગ કેસનો ઝડપી નિકાલ આવશે. અને દુષ્કર્મ કેસના દોષિતને વહેલીતકે સજા મળે.

યુપીના કાયદા પ્રધાન બૃજેશ પાઠકે સોમવારે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું કે સીએમ યોગીએ મહિલાઓ સાથેના ગુનાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી. તેમજ 218 ફાસ્ટ ટ્રેક કોર્ટની તાત્કાલીક રચના માટે નિર્ણય કર્યો. યુપી સરકારે જણાવ્યું કે આ તમામ કોર્ટ માટે 218 પદ પર જજની ભરતી કરવામાં આવશે. કોર્ટની રચના માટેનો 60 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર જ્યારે 40 ટકા ખર્ચ રાજ્ય સરકાર વહન કરશે.

READ ALSO

Related posts

જાણો કોણ છે ભારતનો ડેવિડ બેકહામ, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો

Nilesh Jethva

શરીરની ત્વચા અને આંખોની સમસ્યાનું રામબાણ ઈલાજ છે ગાજરનો જ્યૂસ, જાણો તેનાં ફાયદા

pratik shah

શું તમારી ઉંચાઈ ઓછી છે ? તો ચિંતા ન કરો લગ્ન કરવા માટે બેસ્ટ છો તમે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!