GSTV
Home » News » ખાસ છે અયોધ્યાના “કોદંડ શ્રી રામ”, અનાવરણ પહેલાં જુઓ તેના ફોટોઝ

ખાસ છે અયોધ્યાના “કોદંડ શ્રી રામ”, અનાવરણ પહેલાં જુઓ તેના ફોટોઝ

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ 7 જૂન શુક્રવારે અયોધ્યા પહોંચવાના છે. મુખ્યમંત્રી આદિત્યનાથ અહી એક ખાસ ઉદ્દેશને પુરો કરવા માટે આવી રહ્યા છે.

મુખ્યમંત્રી આદિત્યનાથ અહી 7 ફૂટ ઉંચી કોદંડ રામની પ્રતિમાનું લોકાર્પણ કરવા માટે આવી રહ્યા છે. રામની આ પ્રતિમા કર્ણાટકમાં બનાવવામાં આવી છે. આ પ્રતિમા તેની કિંમતથી લઈને તેમાં ઉપયોગ લેવાયેલા લાકડાથી લઈને ઘણા કારણોસર ખાસ છે. એવામાં ચાલો જાણીએ પ્રતિમાની ખાસિયતો વિશે.

ભગવાન શ્રી રામની આ પ્રતિમાને ટીકવુડમાંથી બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અપાયેલી જાણકારી મુજબ ભગવાન શ્રી રામની આ પ્રતિમાં એક જ લાકડીનાં પીસમાંથી તૈયાર કરવામાં આવી છે.

દક્ષિણ ભારતમાં ભગવાન રામના કોદંડ સ્વરૂપની પૂજા કરાય છે. શ્રીરામની આ મૂર્તિ પણ કોદંડ ધનુષ ધારણ કરેલી દેખાઈ રહી છે. જણાવી દઈએકે, ભગવાન શ્રી રામના ધનુષને કોદંડ કહેવાય છે. માન્યતા મુજબ, ભગવાન શ્રી રામ જ્યારે સીતામાતાને શોધવા માટે દક્ષિણ ભારત પહોંચ્યા હતા, ત્યારે તેમના હાથમાં માત્ર કોદંડ ધનુષ જ હતુ.

ભગવાન શ્રીરામની આ મૂર્તિને કલાના એક બેજોડ નમૂનાની રીતે જોવાય છે. આ મૂર્તિની ઉંચાઈ લગભગ 7 ફૂટ જેટલી ઉંચી છે. જેને 35 લાખ રૂપિયામાં અયોધ્યનાં મ્યુઝિયમ માટે ખરીદાય છે. આ મૂર્તિ પહેલાં બેંગ્લોરનાં કાવેરી મ્યૂઝિયમમાં મુકવામાં આવી હતી. જેને 35 લાખ રૂપિયામાં અયોધ્યાના મ્યુઝિયમ માટે ખરીદાય છે. કહેવાય છેકે, કોદંડ એ ધનુષ છે, જેનાથી ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો.

READ ALSO

Related posts

ગોધરા નગર પાલિકાએ વિદ્યાર્થીની સલામતીને લઈને લીધો આ મહત્વનો નિર્ણય

Nilesh Jethva

સુરતના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

Nilesh Jethva

રામ મંદિર નિર્માણ સંબંધિત કોઇ વટહુકમ સરકાર લાવશે તો વિરોધી કરીશું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!