GSTV
Home » News » જગતનાં તાત માટે મહત્વનાં સમાચાર: ખેડૂતોની સમસ્યા મામલે CM રૂપાણીની દિલ્હીમાં બેઠક

જગતનાં તાત માટે મહત્વનાં સમાચાર: ખેડૂતોની સમસ્યા મામલે CM રૂપાણીની દિલ્હીમાં બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં હાજર રહ્યા હતાં. આ તકે સીએમ રૂપાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે બેઠક યોજીને ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતકારી વિષયો અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.

તેમણે કિસાન કલ્યાણ નિધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સહિતની મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા આ બેઠકમાં કરી હતી. મુખ્યમંત્રીના નેતૃત્વમાં અને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતીમાં કૃષિમંત્રી આર. સી. ફળદુ અને મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરને મળ્યું હતું.

પાક લોન મામલે થઇ મહત્વની ચર્ચા

વિજય રૂપાણીએ ગુજરાતના કિસાનોની પાક લોન એડવાન્સ પરના વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શન લાભ આપવાના પેન્ડીંગ કલેઇમ્સ અંગે પણ કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે ચર્ચાઓ કરી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી સાથેની આ બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું કે, રાજ્યમાં રાયડાની ટેકાના ભાવે ખરીદીની યોજના 30 જૂન 2019 સુધી લંબાવવામાં આવશે.

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે મુખ્યમંત્રીને ખાતરી આપતાં જણાવ્યું કે, રાજ્યની કૃષિ ક્ષેત્ર સંબંધિત બધી જ પડતર બાબતોનો ઉકેલ લાવવા કેન્દ્રીય કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને યોગ્ય દિશાનિર્દેશો અપાશે. ભારત સરકારે સહકારી અને રાષ્ટ્રીયકૃત બેન્કોને વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શનની ચૂકવણી ત્વરાએ કરીને ખેડૂતોને આ કારણોસર કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવો પણ નિર્ણય કર્યો છે.

READ ALSO

Related posts

સુરતના આ મેદાનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ

Nilesh Jethva

અમદાવાદ RTOની બોગસ રસીદ આપી વાહન છોડાવવાનું કૌભાંડ ઝડપાયું

Nilesh Jethva

અમદાવાદની એલજી હોસ્પિટલમાં બોલી બઘડાટી, મામલો દબાવવા મીડિયાને નો એન્ટ્રી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!