GSTV
Home » News » સાતમથી શરૂ થતા સૌરાષ્ટ્રના લોકમેળાનું સીએમ વિજય રૂપાણી કરશે લોકાર્પણ

સાતમથી શરૂ થતા સૌરાષ્ટ્રના લોકમેળાનું સીએમ વિજય રૂપાણી કરશે લોકાર્પણ

આજે શીતળા સાતમ અને આવતીકાલે ગોકળ આઠમને લઈને સૌરાષ્ટ્રભરમાં લોકમેળાની શરૂઆત થઈ છે. ત્યારે આજે રાજકોટમાં સીએમ વિજય રૂપાણી લોકમેળાનુ લોકાર્પણ કરવાના છે. રેસકોર્સ ખાતે મલ્હાર ચોકમાં આજથી પાંચ દિવસ માટે લોકમેળાની શરૂઆત થવા જઈ રહી છે.

પાંચ દિવસમાં 15 લાખ લોકો મલ્હાર મેળાની મુલાકાતે આવતા હોય છે. રેસકોર્સ મેદાન ખાતે આયોજિત લોકમેળામાં ચાર આકર્ષક એન્ટ્રીગ ટે છે. મેળામાં ગગનચુંબી રાઈડસ, ટોરાટોરા, મોતના કુવા,જાદુગરના ખેલ આકર્ષણનું કેન્દ્ર છે. રાઈડની દુર્ઘટના ન બને તે માટે જિલ્લા કલેક્ટર ખાસ ટીમ બનાવી છે.

આતંકી હુમલાની દહેશતને પગલે શહેર પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. ત્રણ હજારથી વધુ પોલીસ જવાન 24 કલાક તૈનાત રહેશે. સીસીટીવીથી મેળા પર નજર રાખવામાં આવી રહી છે.

Read Also

Related posts

વાતાવરણમાં પલટો આવતા રાજ્યનાં અનેક વિસ્તારમાં મેઘમહેર, દાહોદમાં જળબંબાકાર

Nilesh Jethva

સુરત : મસાજ પાર્લરમાં આગ લાગતા નાસભાગ, ફાયર ફાયટર ઘટના સ્થળે

Nilesh Jethva

સુરેન્દ્રનગર : ત્રણ બાળકીઓને રીક્ષા ચાલક સ્કૂલે છોડવાને બદલે લઈ ગયો અજ્ઞાત સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!